વિધાનસભા ૨૦રર ની ચુંટણી દરમ્યાન,જસદણ/વિંછીચા વિસ્તારમાં ઉમેદવારો દ્વારા મતદારોને ધાક,ધમકી - At This Time

વિધાનસભા ૨૦રર ની ચુંટણી દરમ્યાન,જસદણ/વિંછીચા વિસ્તારમાં ઉમેદવારો દ્વારા મતદારોને ધાક,ધમકી


વિધાનસભા ૨૦રર ની ચુંટણી દરમ્યાન,જસદણ/વિંછીચા વિસ્તારમાં ઉમેદવારો દ્વારા મતદારોને

ધાક,ધમકી,કે દારૂ, પૈસા દેવા વગેરે જેવી ગેર પ્રવૃતિઓ રોકવા બાબતે...

આપ સાહેબને જણાવવાનું કે હાલ ગુજરાતની ચુંટણીને ગણત્રીના દિવસો બાકી હોય અને હાલ ગુજરાત ભરમાં વિધાનસભાની ચુંટણી શાંતિપુર્ણ યોજાય અને એમાય ખાસ કરીને જયાં સંવેદનસીલ વિસ્તાર આવતો હોય તે વિસ્તારના મતદારોને કોઈપણ પાર્ટી દ્વારા ખોટીરીતે જેતે વિસ્તારના ઉમેદવારો દ્વારા મતદારોને કોઈપણ પ્રકારે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે એવી અમારી આપ સાહેબશ્રીને લેખીતમાં રજુઆત છે

જસદણ/વિંછીયા વિસ્તારમાં વર્ષોથી નાના વેપારી અને ગામડાઓના ભોળા મતદારોને ઉમેદવારોને ખોટીરીતે દબાવી, ધમકાવી ધાકધમકી આપીને મત લેવામાં આવે છે એના દાખલા દુધની ડેરી બંધ કરાવી દઈશ,લાઈટનું ચેકીંગ કરાવીશ, પીવાનું પાણી નહી મળે,પોલીસ પાસે માર ખવડાવીસ,આર.ટી.આઈ.કરીશ તો માર ખાવો પડશે,પછી સૌ દોરા નહી જડે જેવી જસદણ/વિંછીયા વિસ્તારના મતદારોને ઉમેદવારો દ્વારા ધમકી આપવામાં આવે છે અને ચુંટણી ટાણે દરેક ઉમેદવારો ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ખટારા મોઢે દારૂ,લાવી ગુજરાતના યુવાનોને આ નેતાઓ લુલ્લેઆમ દારૂ પાય છે લોકોના જીવન સાથે ખેલ ખેલે છે બીજુ હાલ અત્યાર આચાર સહીતા હોય અને વિંછીયા/જસદણના તમામ રસ્તાઓ ઉપર પોલીસનો ચુસ્ત બંધોબસ્ત હોય તેમ છતા આ દારૂ અને પૈસા કયાથી ઘુસાડી દેવામાં આવે છે શું પોલીસ આવા અસામાજીક તત્વોને પ્રત્સાહન આપતી હશે કારણકે જયારે ગુજરાતની ગ્રામપંચાયની ચુંટણી હતી ત્યારે આચાર સહીતામાં લુખ્ખાઓ દ્વારા ખુલ્લે આમ પીસ્ટલ(બંધુક)ના જાહેરમાં ભડાકા કરવામાં આવેલા અને આચાર સહીતાના લીરેલીરા કરી નાખેલા જીવતા દાખલા આ જસદણ/વિંછીયા વિસ્તારમાં જીવત છેં તો આપ સાહેબશ્રીને રાજગૃપની ખાસ નોંધ જસદણ/વિંછીયા વિસ્તારના લોકોને કોઈ પાર્ટી કે ઉમેદવાર દ્રારા કોઈપણ પ્રકારે ધાક,ધમકી,પૈસા,દારૂ,વગેરે જેવી ગેરપ્રવૃત્તિ ૧૦૦% અટકાવવામાં આવે એવી અમારી કડક માંગણી છે અને સાથે દરેક ચેકપોસ્ટ ઉપર ૧૦૦% ધ્યાન આપવામાં આવે કારણકે દારૂ ત્યાંથીજ અંદર ઘુસાડવામાં આવશે છે અને જો એવું થશે મારા વિસ્તારમાં દારૂ,ધાક,ધમકી,જેવી પ્રવૃતિઓ થશે તો સ્થાનીક તંત્ર ઉપર કારદેસરના પગલા લેવામાં આવશે અને એકપણ ને છોડવામાં નહી આવે એવી અમારી કડક માંગણી છે કે રજસદણ/વિંછીયા વિસ્તારમાં શાંતિથી ચુંટણીની કામગીરી પુર્ણથાય.

નકલ રવાના

1.રાજકોટ જીલ્લા મુખ્ય ચુંટણી અધિક્ષકશ્રી,

૨. પ્રાંત અધિકારી સાહેબશ્રી,જસદણ

3.એસ.પી.સાહેબશ્રી,રાજકોટ

4.ડી.વાય.એસ.પી.સાહેબશ્રી,

5. પી.આઈ.સાહેબશ્રી, જસદણ

6. પી.એસ.આઈ,સાહેબશ્રી,જસદણ

7પી.એસ.આઈ.સાહેબશ્રી,વિંછીયા

8.પી.એસ.આઈ,સાહેબશ્રી,ભાડલા

9. મામલતદાર સાહેબશ્રી,જસદણ

10.મામલતદાર સાહેબશ્રી, વિંછીયા

11.પ્રેશમીડીયા રાજકોટ જીલ્લા એસોસીયન,રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.