આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
આજે 4 ઓગસ્ટ 2024 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સિંગલ વર્કિંગ વુમન્સ ડે અને યુએસ કોસ્ટ ગાર્ડ દિવસ છે.જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સિંગલ વર્કિંગ વુમન્સ ડે અને યુએસ કોસ્ટ ગાર્ડ દિવસ છે. ઉપરાંત આજે અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બરાક ઓબામા, મહારાણા પ્રતાપના પિતા રાણા ઉદય સિંહ તેમજ પ્રખ્યાત ફિલ્મ કલાકાર અને ગાયક કિશોર કુમારનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
4 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
1265 – બ્રિટનના પ્રિન્સ એડવર્ડે એવેશમના યુદ્ધમાં સિમોન ડી મોન્ટફોર્ટને હરાવ્યો.
1636 – જોહાન મોરેશિયસને ડચ બ્રાઝિલના ગવર્નર બનાવવામાં આવ્યા.
1870 – બ્રિટિશ રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થઈ.
1914 – ઇંગ્લેન્ડ દ્વારા જર્મની સામે યુદ્ધની ઘોષણા.
1967 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
1997 – મોહમ્મદ. ખતામીએ ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
1999 – ચીને યુએસ મિલિટરી એરક્રાફ્ટની નિયમિત ફ્લાઇટ્સ હોંગકોંગમાં ઉતરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો.
2001 – રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વ્યૂહાત્મક કરાર.
2004 – નાસા એ Altics Super Computer KC ને કલ્પના ચાવના નામ આપ્યું.
2007 – મંગળ ગ્રહની શોધ માટે ફીનિક્સ માર્સ લેન્ડર નામનું એક અમેરિકન અવકાશયાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
2008 – સરકારે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI)ને નવરત્નનો દરજ્જો આપ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.