બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો સુવર્ણ અવસર બજાજ એલીઆન્ગ લાઈફ ઈન્સ્યોરન્સ લીમીટેડ- બોટાદ ખાતેના એક્સ માટે ૯ ફેબ્રુઆરીએ ભરતીમેળો યોજાશે
બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો સુવર્ણ અવસર બજાજ એલીઆન્ગ લાઈફ ઈન્સ્યોરન્સ લીમીટેડ- બોટાદ ખાતેના એક્સ માટે ૯ ફેબ્રુઆરીએ ભરતીમેળો યોજાશે
બોટાદ જિલ્લાના ૧૮થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતા રોજગાર ઇચ્છુકોને રોજગારીનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. બજાજ એલીઆન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ લીમીટેડ- બોટાદ ખાતેના એકમમાં સેલ્સ મેનેજરની જગ્યા માટે સ્નાતક પાસ અને ઈન્સ્યોરન્સ કન્સલ્ટન્ટની જગ્યા માટે ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન ખસ રોડ, બોટાદ ખાતે તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક
https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. નિયત ભરતીમેળામાં ભાગ વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
Report, Nikunj Chauhan
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.