વીરપુર સરસ્વતી શિશુમંદિર અને વિદ્યામંદિરમાં અનોખો શાળા પ્રવેશોત્સવ યોજાયો.. - At This Time

વીરપુર સરસ્વતી શિશુમંદિર અને વિદ્યામંદિરમાં અનોખો શાળા પ્રવેશોત્સવ યોજાયો..


શાળામાં ગાયત્રી યજ્ઞ કરી બાળકોને પ્રવેશ આપવમાં આવ્યો.

મહીસાગર જિલ્લાના વીરપુરમાં સરસ્વતી શિશુમંદિર અને સરસ્વતી વિદ્યામંદિર શાળામાં અનોખી રીતે પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાની અંદર ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રકારના અનોખા પ્રવેશોત્સવ જોઈને લોકોમાં ખુશી જોવા મળી હતી આ શાળા પ્રવેશોત્સવ માં પંચમહાલ વિભાગ માં કુટુંબ પ્રભોધન તરીકેની જવાબદારી નિભાવતા જયેશભાઇ પટેલ ઉપસ્થિત રહી શાળાના બાળકોને પીવા માટે પ્લાસ્ટિક ની બોટલ અને નાસ્તા માટે પ્લાસ્ટિકના ડબ્બા નો ઉપયોગ ન કરવા માટે આહવાહન કર્યું હતું સાથે વાલીગણ ને પણ પર્યાવરણ બચાવવા અને તેનું જતન કરવા માર્ગદર્શન આપી વૃક્ષ વાવવા માટે સમજણ આપી હતી. આ કાર્યક્રમ માં વાલીઓ, શાળા ટ્રસ્ટીઓ અને આચાર્ય સહિત શિક્ષકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image