શ્રી કુંભનાથ મહાદેવ પરિસર માં નિશાચરો દ્વારા ભારે નુકશાન પાલિકા તંત્ર વામણુ શાસક વિપક્ષ નું દેખ તમાશા દેખ પોલીસ અને પાલિકા સતર્ક બને તેવી બુલંદ માંગ - At This Time

શ્રી કુંભનાથ મહાદેવ પરિસર માં નિશાચરો દ્વારા ભારે નુકશાન પાલિકા તંત્ર વામણુ શાસક વિપક્ષ નું દેખ તમાશા દેખ પોલીસ અને પાલિકા સતર્ક બને તેવી બુલંદ માંગ


દામનગર સ્વયંભુ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ પરિસર માં અસામાજિક તત્વો દ્વારા ઉપદ્રવ ભારે તોડ ફોડ કરતા હરામી સામે સ્થાનિક પાલિકા તંત્ર વામણુ  ઉલ્ટા ચોર કોટવાલ ને દાટે તેવી સ્થિતિ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત બે કરોડ ના ખર્ચે કરાયેલ બ્યુટીફીકેશન ને બરબાદ કરતા હરામી ઓ સામે  શ્રધ્ધાળુ ભાવિકો માં રોષ  રિવર ફંટ ઉપર લાકડા નો દરવાજો સળગાવ્યો બાંકડા લાઈટીંગ વીજ પોલ રિવર ફંટ ની કમ્પાઉન્ડ ગ્રીલ તોડી પાડતા નિશાચરો સામે ની રજુઆત છતાં પાલિકા તંત્ર નો ઉડાવ જવાબ રૂબરૂ રજુઆત નો આગ્રહ કેમ ? ઓન લાઈન વોટશોપ ઉપર કરો અને સમસ્યા ઉકેલો નું માત્ર ડીંડક શાસક હોય કે વિપક્ષ સરકારી મિલકતો ને નુકશાન કરનાર સામે પાલિકા તંત્ર વામણા કેમ ? ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી હેઠળ કડક કાર્યવાહી કરો સેવક મટી સરમુખત્યાર બની બેઠેલા પાલિકા શાસકો છુપ કેમ ? કરોડો ના ખર્ચે શ્રી કુંભનથ મહાદેવ મંદિર પરિસર માં કરાયેલ બ્યુટીફીકેશન બગડી રહ્યું છે જાહેર મિલ્કત ની જાળવણી ની જવાબદારી કોની ? તાજેતર માં દાઉદી વ્હોરા સમાજ ની દરગાહ માંથી દરવાજો હિંડોળો અને સ્ટાઇલ લઈ ગયા ની ઘટના તાજી છે ત્યાં ફરી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં ભારે ઉપદ્રવ મચાવતા ઉપદ્રવી ઓ અવાર નવાર પબ્લિક પ્લેસ માં નુકશાન કરતા નિશાચરો સામે તંત્ર લાલ આંખ કરશે ?કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં ક્યાં સમયે આવી તોડ ફોડ કરી ? કેટલા વ્યક્તિ ઓ હતા આ ઉપદ્રવ  અંગે પૂજારી પરિવાર સંપૂર્ણ અજાણ કેમ ? પૂજારી કે પોલીસ આવી હરકત કે હરફર કરતા ઓને ક્યારેય ટપારે છે ખરા ? ધાર્મિક સ્થળે નુકશાન ના વધતા બનાવો અને પાલિકા અને પોલીસ સતર્ક બને તેવી શહેરીજનો માં માંગ ઉઠવા પામી છે ધાર્મિક સ્થળ ને રળિયામણું બનાવવા સરકાર શ્રી કરાયેલ બ્યુટીફીકેશન ને આટલું મોટું નુકસાન છતાં પાલિકા તંત્ર એ જાત તપાસ કે પોલીસ ફરિયાદ કેમ ન કરી કોની લાજ કાંઠે છે શાસકો ?

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.