ચોટીલા તાલુકાના વાવડી ગામની સીમમાં દિપડો આવતાં લોકોમાં ભયનો માહોલ. - At This Time

ચોટીલા તાલુકાના વાવડી ગામની સીમમાં દિપડો આવતાં લોકોમાં ભયનો માહોલ.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા પંચાળ વિસ્તારમાં રહેતાં લોકોને હવે દિપડાના ભય થી ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. જ્યારે ચોટીલા તાલુકાના વાવડી ગામે આજે વહેલી સવારે દિલીપભાઈ પ્રભુભાઈ બોહકિયા પાણીની મોટર ચાલુ કરવા ગયાં ત્યાં અચાનક તેમને દીપડો જોયો. ત્યારબાદ તેમને લાઈટ ચાલુ કરી દિપડા ને ત્યાંથી ભગાડી મૂક્યો તેમજ માલઢોર સામે નજર કરતાં બે વાંસડી માંથી એક વાંસડી ને મારી નાખેલું હાલતમાં જોવા મળ્યું હતું. તેમજ દિલીપભાઈ નો પરિવાર ઘરે પહોંચી ગયાં અને ગ્રામજનોને જાણ કરી. વાવડી તેમજ આજુબાજુના ગામના વિસ્તારના ખેડૂતો ને દીપડાના ડરથી ભારે મુશ્કેલી પડી રહી છે જ્યારે લોકો ઉપર હુમલો કરે તેના જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વાવડી ગામના લોકોએ વારંવાર અધિકારીઓ ને અને ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવા છતાં આના કોઈ પગલાં લેવામાં આવતા નથી. જો દિપડો પશુ ઉપર વારંવાર હુમલા કરે છે તેમજ લોકોને વાડીએ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર આવતા દીપડા ઓ સામે પગલાં લો તેવી અમારી માંગ છે.
અહેવાલ ..જેસીંગભાઇ સારોલા

બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon