ઈડરના માથાસુર ત્રણ રસ્તા પરના વાંઘામાં હોટેલ માલિકો કચરો ઠાલવતા રોષ - At This Time

ઈડરના માથાસુર ત્રણ રસ્તા પરના વાંઘામાં હોટેલ માલિકો કચરો ઠાલવતા રોષ


ઈડરના માથાસુર ત્રણ રસ્તા પરના વાંઘામાં હોટેલ માલિકો કચરો ઠાલવતા રોષ

માથાસુર ત્રણ સસ્તા પાસે વાંધામાં હોટલોના માલિકો બેફીકર થઈ પ્લાસ્ટિક સહિતનો તમામ પ્રકારનો કચરો ઠાલવવાનું તથા દૂષિત પાણી ઠાલવવાનું લોકો માટે સલામત અને આદર્શ સ્થળ બની ગયું છે.વાંધામાં મનફાવે તેમ કચરો ફેંકાતા અસહ્ય ગંદકી જોવા મળી રહી છે ત્યારે માથાસુર પંચાયત હોટલ માલિકોના સામે ઘુંટણીએ પડી છે પણ હવે જી. પી.સી.બી હોટલ માલિકોને પ્રદૂષણ કરતા અટકાવે તે જરૂરી બન્યું છે

ઇડર તાલુકાના માથાસુર ત્રણ રસ્તા પાસે નેશનલ હાઈવે 58 ઈડર વિજયનગર પર આવેલા વાંધામાં હોટલના માલિકો દ્વારા પ્લાસ્ટિક સહિતનો કચરો મનફાવે તેમ ફેંકી વાંધામાં ઠેર ઠેર કચરાના ઢગ તથા દૂષિત પાણી ઠલવાતા ગંદકી ફેલાઈ છે. આ પ્રકારની અસહ્ય ગંદકીથી પાણી પ્રદૂષિત થતા જળચર જીવસૃષ્ટિનું અસ્તિત્વ પણ જોખમાય રહ્યું છે. પ્લાસ્ટિકનો કચરો અને દુષિત પાણી ઠાલવવા વાંધુ સલામત અને આદર્શ સ્થળ બની ગયું છે જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે સ્થાનિક ગ્રામ પંચાયત તંત્ર દ્વારા કડક દંડનાત્મક કાર્યવાહી કરવાને બદલે હોટલોના માલિકો સામે ગ્રામ પંચાયત ઘુંટણી પડી છે ત્યારે જી.પી.સી.બી બોર્ડ દ્વારા હોટલો સામે દંડાત્મક કાર્યવાહી કરાય તે જરૂરી છે.

બ્યુરો રિપોર્ટ... વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image