અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વિભાજિત ગ્રામપંચાયતોની કુલ બેઠકો અને અનામત બેઠકો જાહેર
ધનસુરા તાલુકાના જામઠા અને બોરવાઈ ગામ માટે ગ્રામપંચાયતના વોર્ડ સીમાંકન અને બેઠકો ફાળવણી માટે કરાયા મુસદ્દારૂપ આદેશ
-----------
આ બેઠકો અંગે આપના સૂચન આપ દિન ૧૦ માં મામલતદાર કચેરીએ આપી શકો છો.
રાજ્ય સરકારશ્રીના પંચાયત, ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક: No.KP/3 OF 2023/VBN/122023 /4/CH તા.૧૬/૦૧/૨૦૨૩ થી અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાની જામઠા ગ્રામ પંચાયતનું વિભાજન કરતાં નવી અસ્તિત્વમાં આવેલી (૧) જામઠા ગ્રામ પંચાયત અને (૨) બોરવાઇ ગ્રામ પંચાયતના વોર્ડ સીમાંકન અને બેઠકો ફાળવણી અંગેના મુસદ્દારૂપ આદેશ તા. ૦૫/૦૫/૨૦૨૩ના રોજ સબંધિત ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી, ધનસુરા તથા કલેક્ટર કચેરી, અરવલ્લી-મોડાસાએ પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે.આથી, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સબંધિત ગ્રામ પંચાયતોના ગ્રામજનોને જણાવવામાં આવે છે કે, ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી (અનામત બેઠકોની વારાફરતી ફાળવણીની રીત)નિયમો, ૧૯૯૪ની જોગવાઈ અનુસાર ઠરાવ્યા પ્રમાણે મુસદ્દારૂપ આદેશની પ્રસિધ્ધિની તારીખ થી દિન-૧૦ (દશ) માં મળી જાય તે રીતે સુચનો મામલતદાર કચેરી, ધનસુરાને મોકલી આપવાના રહેશે. સમયમર્યાદા બહાર મળેલ સૂચનો ધ્યાને લેવામાં આવશે નહિ, તેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.