બિહારી મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત - At This Time

બિહારી મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત


શહેરના સંતકબીર રોડ નજીક, માર્કેટીંગ યાર્ડ પાસે ધરાનગરની ખોલીમાં રહેતી બિહારી મહિલા રૂબીદેવી ફુલબાબુ યાદવ (ઉ.વ.28) એ પોતાની ખોલીમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બિહારી શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો.આ અંગે પરિવારજનો અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,
મૃતકના પતિ ફુલબાબુ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી વિભાગમાં મજુરી કામ કરતા હોય વહેલી સવારે 5.30 વાગ્યે કામે જતા રહ્યા હતાં.જે પછી તેના મોટા પુત્રનો ફોન સવારે 7.30 આવ્યો હતો.પુત્રએ ફોનમાં જણાવેલ કે, તેમની માતા રૂબીદેવીએ ગળાફાંસો ખાઈ લીધો છે. ફુલબાબુ ઘરે પહોંચ્યો ત્યા સુધીમાં તેના નાનાભાઈ રોહિતે રૂબીદેવીને નીચે ઉતારી દીધી હતી. મૃતકે સાડી ખોલીને એંગલમાં બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.રૂબી દેવીના લગ્નને 8 વર્ષ થયા હતાં.
તેને સંતાનમાં ત્રણ દિકરા છે.બનાવ બાદ રૂબીદેવીને રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલ જયાં ઈમરજન્સી વોર્ડના ડોકટરે તેમને તપાસી મૃત જાહેર કરેલ. રૂબી દેવીના આ પગલાંથી ત્રણ પુત્રોમાં વિહોણા થતા બિહારી પરિવારમાં કલ્પાંત છવાયો હતો આપઘાતનું કારણ જાણવા ન મળતા થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.