ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચંડાસણા ગામે અનુસૂચિત જાતિના લગ્ન પ્રસંગે વરરાજા ને ઘોડી પર ચડવા બાબતે અમુક અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવેલ - At This Time

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચંડાસણા ગામે અનુસૂચિત જાતિના લગ્ન પ્રસંગે વરરાજા ને ઘોડી પર ચડવા બાબતે અમુક અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવેલ


આવી ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૯ બનાવો બનેલા છે જે બાબતે આજરોજ બોટાદ કલેકટરને આયોજનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને ગુજરાતના ગૃહ વિભાગને ગુજરાતમાં હવે પછી જો આવો બનાવો બને તે બાબતે અલગથી કાયદો બનાવવામાં આવે જેથી અનુસૂચિત જાતિના વ્યક્તિઓ લગ્ન પ્રસંગ પણ શાંતિથી કરી શકે અને જો આ બાબતે પ્રશાસન દ્વારા ધ્યાન રાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે બાબતે બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કિર્તીભાઈ ચાવડા યુવા ભીમસેના પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડા અશ્વિનભાઈ મહેરીયા દિલીપભાઈ ચૌહાણ યોગેશભાઈ વાઘેલા તેમજ સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.