સાબરકાંઠા જિલ્લાના પાણપુર (સવગઢ) ના ભૂતપૂર્વ સરપંચ ની પત્રકાર ને હાથ પગ ભાગી નાખવાની ધમકી. - At This Time

સાબરકાંઠા જિલ્લાના પાણપુર (સવગઢ) ના ભૂતપૂર્વ સરપંચ ની પત્રકાર ને હાથ પગ ભાગી નાખવાની ધમકી.


પાણપુર ના સોસાયટી વિસ્તારમાં રહેતા અને પત્રકારત્વ તેમજ સામાજિક ક્ષેત્રે જોડાયેલા રજબ ફકીર ની સરકારી ઘરથાળ પ્લોટ મેળવવા માટે ની અરજી અને તેની સાથે અસલ દસ્તાવેજો સવગઢ ના જે તે સમયના સરપંચ સાજીદ રેવાસિયા ને દોઢેક વર્ષ પહેલાં આપેલ હતા તે બાબત ની તપાસ કરવા અને અરજી નું વર્તમાન સ્ટેટ્સ ચકાસવા અવાર નવાર પંચાયત કચેરી માં જતા હતા. વારંવાર ની ઉઘરાણી છતાં સદર સાજીદ રેવાસિયા ધક્કા ખવડાવતા હતા. સાજીદ રેવાસિયા ની સરપંચ તરીકે ની અવધિ સમાપ્ત થઈ હોવા છતાં સદર પૂર્વ સરપંચ પોતાની સરપંચ તરીકે ની પંચાયત કચેરી માં આવેલ ચેમ્બર માં એ.સી., એલ.ઈ.ડી. ટીવી નો તેમના મળતિયાઓ સાથે સતત ઉપયોગ કરતા આ સમય દરમ્યાન પત્રકાર ના ધ્યાનમાં આવતા પત્રકાર રજબ ફકીરે ધ્યાન દોર્યું હતું. તે બાબતે ઉશ્કેરાયેલા આ પૂર્વ સરપંચે તા.૧૧/૧૦/૨૦૨૩ ના રોજ સદર ગામ ના એક‌ નાગરિક અને આરટીઆઇ કાર્યકર્તા ને મૂઢમાર મારી રજબ ફકીર ને છેતરી ને પંચાયત માં બોલાવી લીમડાના ઝાડ સાથે બાંધી હાથપગ ભાગી નાખવાની ધમકી આપતા આજે રજબ ફકીરે એસકેએમ પ્રેસ ક્લબ ના હોદ્દેદારો અને સભ્યો ને સાથે રાખી રૂરલ પોલીસ સ્ટેશન હિંમતનગર, કલેકટર શ્રી,એસ.પી.શ્રી અને ડીડીઓ સાબરકાંઠા ને લેખિતમાં ફરિયાદ આપી અને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ સત્તા પર ન હોવા છતાં સરકારી કચેરી એવી પંચાયત કચેરી ની આંતરમાળખાકીય સુવિધાઓ નો અંગત ઉપયોગ કરતા આ પૂર્વ સરપંચ વિરુદ્ધ સબળ રજૂઆત કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.