પ્રેમી સાથે વિડીયો કોલમાં વાત કરતાં-કરતાં યુવતીએ અગ્નિસ્નાન કર્યું: સારવારમાં ખસેડાઇ
શહેરના વિજય પ્લોટમાં પ્રેમી સાથે વિડીયો કોલમાં વાત કરતાં કરતા કોળી યુવતીએ અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, વિજય પ્લોટમાં 12/27 ના ખૂણે રહેતી સોનલબેન ઉમેશભાઈ અબસળિયા (ઉ.વ.22) નામની કોળી યુવતીએ આજે સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે તેના પ્રેમી સાથે વિડીઓ કોલમાં વાત કરતાં કરતાં પોતાના શરીરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
વધુમાં બનાવ અંગે યુવતીના કાકા વિજયભાઈએ જણાવ્યું હતું કે, તેઓના મોટા ભાઈ ઉમેશભાઈની આગલા ઘરની પુત્રી સોનલ તેઓની સાથે નાનપણથી રહેતી હતી. સોનલ શેરચેટ મારફતે સોમનાથ પંથકના યુવક સાથે સંપર્કમાં આવી હતી
અને આઠ માસ પહેલાં તેણીએ પરિવારને યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવતા પરિવારે તેમને હા પાડી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત ચાલુ હતી. તે દરમિયાન યુવકના પરિવારજનોએ આ લગ્નની ના પાડી હતી. જે બાદ બંને વચ્ચે લગ્ન વિષે વાતચીત ચાલતી હતી. આજે સવારે સોનલ તેના પ્રેમી સાથે વિડીયોકોલમાં વાત કરતી હતી ત્યારે બંને વચ્ચે કોઈ વાતચીતમાં અણબનાવ બનતાં તેણીએ પગલું ભરી લીધું હતું.
વધુમાં સોનલ હાલમાં જ કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો છે. બનાવ અંગે પોલીસે યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.