1962 ની સેવા પશુઓ માટે 108 બની વાંચો બોઘરાવદર ગામની સ્ટોરી
1962 ની સેવા પશુઓ માટે 108 બની વાંચો બોઘરાવદર ગામની સ્ટોરી
આપ સૌ જાણો છો કે આપણે જયારે કટોકટી સ્થતિ ઉભી થાય ત્યારે હરહેમસ 108 નું નામ હૈયે આવે છે એજ રીતે પશુઓ માટે ચાલતી GVK EMRI ની એક એવીજ સેવા નિયત કરેલા ગામડામાં સેવા દઈ રહી છે એક એવો કિસ્સો જયારે જસદણ તાલુકા ના બોઘરાવદાર ગામે રહેતા કમલેશ ભાઈ ડોબરીયા ની ગાય ને પસુતી ની પીડા ઉભી થઈ ત્યારે તેમને સમજવું અઘરું હતું ત્યારે તે સમયે 1962 ની યાદ આવી એજ સમયે 1962ની મોબાઇલ પશુ વાન જયારે પોતાના રોજિંદા સમયસર પ્રમાણે ગામડા ની વિઝિટ તે ગામ સારવાર કરી રહી હતી ત્યારે કમલેશભાઈ ડોબરીયા ની નજર આ દશગ્રામ દીઠ એક પશુ દવાખાના પર ગઈ અને તેમને મન માં એક આશા નું કિરણ જાગ્યુ ત્યારે ડો. અશોકકુમાર અને પાયલોટ મહેશભાઈ દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર આપી ગાય ને પસુતી ની પીડા માંથી મુકતી અપાય અને આ સેવા ના કારણે કમલેશભાઈ ડોબરીયા ને હરખ ના આશુ સારી પડ્યા હતા.
આ સેવા જયારે લમપી જેવી ભયંકર જેવી ગંભીર સ્થિતિ રાજકોટ જિલ્લા માં ઉભી થઈ હતી ત્યારે ઓન કોલ 1962 ગામડે ગામડે દોડી રહી ને સારવાર આપી રહી હતી આ સેવા રાજકોટ જિલ્લા ના દરેક પશુપાલકો હૈયે 108 જેવી છાપ રૂપે ખુબ જ નીવડી હતી.
તેથી કહી શકાય આ સંવેદનશિલ ગુજરાત સરકાર અને પશુ પાલન ખાતું પશુઓ ના સવાસ્થ્ય તેમજ તેની ઉત્પાદકતા વધારા માટે GVK EMRI સાથે મળીને યુધ્ધ ના ધોરણે કામ કરી રહી છે.
Report Vijay Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.