અરવલ્લી જિલ્લામાં લોકભાગીદારી થી બનશે પોલીસ ચોકી. - At This Time

અરવલ્લી જિલ્લામાં લોકભાગીદારી થી બનશે પોલીસ ચોકી.


*અરવલ્લી જિલ્લામાં લોકભાગીદારી થી બનશે પોલીસ ચોકી.*

લોકોની સહાય કરતા પોલીસ જવાનોને મળી લોકોની સહાય.

અરવલ્લી જિલ્લામાં વિજય દશમીના પવન પર્વ નિમિત્તે નવીન પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત દરમ્યાન જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતે લોકોનો આભાર માન્યો અને જણાવ્યુકે લોક ભાગીદારીથી બનનાર આ પોલીસ ચોકી ૨ માળની હશે જેને બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ. ૨૦ લાખ થશે. આગામી ૪ મહિનામાં આ પોલીસ ચોકી તૈયાર થઈ જશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતે એ પણ જણાવ્યું કે શહેરીજનો, વડીલો અને વેપારીઓના માર્ગદર્શન અને સહયોગથી આ પોલીસ ચોકી તૈયાર થવા જઈ રહી છે. લોકોમાં એકતાની ભાવના જળવાઈ રહે તે માટે આ પોલીસ ચોકી તૈયાર કરવામાં આવશે. પબલીક એ જ પોલીસ છે અને પોલીસ એ જ પબલિક છે આ ભાવના લોકોમાં જળવાઈ રહે તે જરૂરી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી સુભાષ શાહ , રેડક્રોસ સોસાયટીના આગેવાન શ્રી ભરત પરમાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જીતેન્દ્ર ભાટીયા 9429180079
મોડાસા. અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon