ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર આજે ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે, 9 કલાક સુધી બંધ મંદિર રહેશે
9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે જેને લઈને આજે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરમાં સવારથી પ્રક્ષાલન વિધિ શરૂ થઈ છે. તો 9 કલાક સુધી મંદિર બંધ રહેશે જેને લઈને ભક્તો દર્શન નહીં કરશે.
આ અંગેની વિગત એવી છે કે, ચૈત્ર નવરાત્રીની 9 એપ્રિલે શરૂઆત થશે. જેને લઈને ખેડબ્રહ્મામાં આવેલ અંબિકા માતાજી મંદિરે આજે સવારે 8 વાગ્યાથી મંદિરમાં પૂજન અર્ચન સાથે પ્રક્ષાલન વિધિની શરૂઆત કરી છે. મંદિરમાં બ્રાહ્મણોએ પ્રક્ષાલન વિધિ શરૂ કરી હતી. જે સાંજે 5 કલાક સુધી ચાલશે. તો આજે 9 કલાક સુધી મંદિર ભક્તોના દર્શન માટે બંધ રહેશે.
આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, અગામી 9 એપ્રિલના રોજ મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. તેને લઈને મંદિરમાં આજે સવારે 8થી સાંજના 5 વાગ્યા દરમિયાન મંદિરમાં પ્રક્ષાલન વિધિ થશે. જેને લઈને મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ સાંજે મંદિરમાં આરતી થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.