ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનાર નાઓના રૂ. ૪,૩૦,૬૭૨ પરત મેળવી આપતુ સાયબર ક્રાઈમ પોલીસ ટીમ બોટાદ
(ચેતન ચૌહાણ દ્વારા બોટાદ)
બોટાદ જિલ્લામાં એ.ટી.એમ.ફોડ, લોન-લોટરી ફોડ,જોબ ફોડ,શોપીંગ ફ્રોડ આર્મિના નામે OLX/ ફેસબુક/ઇનસ્ટાગ્રામ એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન,બોટાદ ભોગ બનનારને તાત્કાલીક મદદ રૂપ થાય છે.જેમાં (૧) અરજદાર મમતાબેન જિગ્નેશભાઇ પટેલ રહે.બોટાદ નાઓ સાથે થયેલ ફ્રોડમાં ગયેલ નાણા રૂ.૮૦,૦૦૦/- પરત અપાવેલ છે. (૨) રુકૈયાબેન મુસ્તાકભાઈ માંકડ રહે.રાણપુર નાઓ સાથે થયેલ ફ્રોડ માં ગયેલ નાણા રૂ.૫૯,૦૦૦/- પરત અપાવેલ છે. (૩) ધનશ્યામભાઇ અરજણભાઇ રાઠોડ રહે.બોટાદ નાઓ સાથે રૂ.૫૧,૦૦૦ /- નુ ફ્રોડ થયેલ.જે પુરા પરત અપાવેલ છે.(૪) દિલિપભાઇ કાળુભાઇ પરાલીયા રહે.બોટાદ નાઓ સાથે થયેલ ફોડમાં ગયેલ નાણા રૂ.૬,૪૦૦/- પરત અપાવેલ છે.(૫) રમેશભાઈ કરશનભાઇ વાવીયા રહે.ઢસા નાઓ સાથે થયેલ ફ્રોડમાં ગયેલ નાણા રૂ.૨૭,૦૦૦/- પરત અપાવેલ છે.(૬) લખાણી અલ્તાફભાઇ રહે.બોટાદ નાઓ સાથે થયેલ ફોડમાં ગયેલ નાણા રૂ.૨,૨૪૨/- પુરા પરત અપાવેલ છે. (૭) કીસનભાઇ ખોડાભાઇ હળવદીયા રહે.બોટાદ નાઓ સાથે થયેલ ફોડમાં ગયેલ નાણા રૂ.૨૧,૦૦૧/- પરત અપાવેલ છે. (૮) અરજદાર રામીબેન રાજુભાઇ ગોરવા રહે બરવાળા નાઓ સાથે થયેલ ફ્રોડમાં ગયેલ નાણા રૂ.૬૦,૦૦૦/- પરત અપાવેલ છે. (૯) અરજદાર લાખાભાઇ રાજુભાઇ ચીહલા રહે.બોટાદ નાઓ સાથે થયેલ ફોડમાં ગયેલ નાણા રૂ.૨૩,૯૧૦/- પરત અપાવેલ છે. (૧૦) અરજદાર હિતેશભાઇ ભુપતભાઇ ગાબુ રહે.સાળંગપરડા નાઓ સાથે થયેલ ફ્રોડમાં ગયેલ નાણા રૂ.૧૧,૦૯૬ /- પરત અપાવેલ છે. (૧૧) અરજદાર ગૌરાંગભાઇ વિરજા રહે.સમઢીયાળા નાઓ સાથે થયેલ ફ્રોડમાં ગયેલ નાણા રૂ.૨,૦૦૦/- પરત અપાવેલ છે (૧૨) મનીશભાઇ જોશી રહે.બોટાદ નાઓ સાથે થયેલ ફોડમાં ગયેલ નાણા રૂ.૩૧,૨૬૦/- પરત મળેલ છે. (૧૩) રાહુલ બળદેવભાઇ સાકળીયા રહે.બોટાદ નાઓ સાથે થયેલ ક્રોડમાં ગયેલ નાણા રૂ.૧૭,૦૯૯/- પરત મળેલ છે. (૧૪) હર્ષદભાઇ પ્રેમજીભાઇ બાવળીયા રહે.અળવ નાઓ સાથે થયેલ ફ્રોડમાં ગયેલ નાણા રૂ.૧૮,૦૦૦/- પરત મળેલ છે. (૧૫)અરજદાર મેહુલકુમાર કનુભાઇ સાકળીયા રહે.સેથળી નાઓ સાથે થયેલ ફોડમાં ગયેલ નાણા રૂ.૨૦,૬૬૪/- પરત અપાવેલ છે. આમ ઉપરોક્ત કુલ૧૫ (પંદર) અરજદારશ્રી નાઓ સાથે થયેલ ફ્રોડ પૈકી કુલ રૂ.૪,૩૦,૬૭૨/- (ચાર લાખ ત્રિસ હજાર છસો બોત્તેર પુરા) માહે ૦૭/૨૦૨૪ માં પરત મેળવી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.