પ્રદીપ યાદવ દ્વારા જમીન બચાવો આંદોલન વિશે જાગૃતિ લાવવા માટે કોઈમ્બતુર ની ભારતના ચારેય ખૂણા સુધી સાયકલ યાત્રા - At This Time

પ્રદીપ યાદવ દ્વારા જમીન બચાવો આંદોલન વિશે જાગૃતિ લાવવા માટે કોઈમ્બતુર ની ભારતના ચારેય ખૂણા સુધી સાયકલ યાત્રા


પ્રદીપ યાદવ કચ્છમાં સાયકલ યાત્રા સાથે કોટેશ્વર પહોંચી રિટર્ન ભચાઉ તાલુકા માં લાકડિયા ખાતે રોકાણ કર્યું હતું અને જે અભિયાન અંતર્ગત શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય ખાતે જમીન બચાવો આંદોલન વિશે જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીનીઓ ને માહિતીગાર કરી હતી
જે પ્રદીપ યાદવ હર્ષ વિહાર દિલ્લી દ્વારા યાત્રા દિલ્હીથી કોઈમ્બતુર સુધી પગપાળા શરૂ કરી હતી
જે અત્યાર સુધી ૮૨૦૦ કિલોમીટર ૭૫ થી વધારે સીટી તેમજ ૧૧ રાજય જેમાં પગપાળા ૪૦૦૦ કિલોમીટર અને ૪૨૦૦ કિલોમીટર સાયકલ દ્વારા અને કોઈમ્બતુર ની ભારતના ચારેય ખૂણા સુધીની યાત્રા
અત્યાર સુધી કન્યાકુમારી અને કોટેશ્વર બે ખૂણાઓને આવરી લેવામાં આવ્યા છે. અને હવે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને કવર કરવા જઈ રહ્યા છે
પદયાત્રા ૭ મે થી શરૂ કરી હતી અને ૩ સપ્ટેમ્બરે પૂર્ણ કરવાની છે જેમાં ૨૨ સપ્ટેમ્બર સુધી પગપાળા યાત્રા કરી હતી અને ૨૩ સપ્ટેમ્બરથી સાયકલ દ્વારા યાત્રા શરૂ કરી હતી અને હજુ પણ સાયકલિંગ થી આ યાત્રા જમીન બચાવો આંદોલન વિશે જાગૃતિ લાવવા માટે ચાલુ રાખશે

જે વધુમાં પ્રદીપ યાદવ સાથે વાત કરતા અનેક સમસ્યાઓ જે યાત્રા દરમિયાન થયેલ સમસ્યાઓ યાદગાર બની રહેશે તેવું જણાવ્યું હતું કે ક્યાંક લોકો નો સારો પ્રતિસાદ મળ્યો હતો તો ક્યાંક ખરાબ અનુભવ પણ થયો હતો

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.