તરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સહજાનંદ ફિઝિયોથેરાપી અને રિહેબ સેન્ટર દ્વારા ફિઝીઓથેરાપી નિદાન અને કેલ્શિયમ ચેકઅપ ફ્રી કેમ્પ તથા ઇલેક્ટ્રિક હીટિંગ પેડ વિતરણની ઊજવણી કરવામાં આવી. - At This Time

તરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સહજાનંદ ફિઝિયોથેરાપી અને રિહેબ સેન્ટર દ્વારા ફિઝીઓથેરાપી નિદાન અને કેલ્શિયમ ચેકઅપ ફ્રી કેમ્પ તથા ઇલેક્ટ્રિક હીટિંગ પેડ વિતરણની ઊજવણી કરવામાં આવી.


૮ મી માચઁ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સહજાનંદ ફિઝીયોથેરાપી અને રિહેબ સેન્ટર જુનાગઢના સહયોગથી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ભિક્ષુક ગૃહ ખાતે રહેતા મહિલાઓ તથા સખીમંડળની મહિલાઓનો ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો.
આ કેમ્પમાં હાડકા નબળા પડી જવા, શરીરના કોઈપણ સાંધાનો દુઃખાવો સતત રહેતો હોય, આખા શરીરમાં હાડકાની કળતર થવી, રજોવૃતિમાંથી (મહિલાઓ માટે) પસાર થઈ રહ્યા હોય, ઘૂંટણમાં ઘસારો થવો, સહિત ફિઝિયોથેરાપી (કસરત), તપાસ દ્વારા અમુક ઉંમર પછી શરીરને કેવી રીતે ફિઝિકલી ફિટ રાખવુ તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સાથે હાડકામાં રહેલ કેલ્શિયમની ઉણપની પણ તપાસ કરી આપવામાં આવી હતી. આ તપાસ અંદાજિત રૂપિયા ૬૦૦ થી ૮૦૦ ના ખર્ચે થતી હોય છે. જે તમામ ઉપસ્થિત મહિલાઓને ફ્રીમાં ચેકઅપ કરી દવા પણ આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત દરેક મહિલાઓ અને વડીલોને ઇલેક્ટ્રિક હીટિંગ પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું ઉદઘાટન જુનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતું. અતિથિ વિશેષ પદે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. નયના લકુમ, આજતક ન્યુઝ ચેનલના રિપોર્ટર ભાગઁવીબેન જોશી, શરૂઆત દૈનિકના તંત્રી અલ્પાબેન ઉનડકટ, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, જુનાગઢ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર શ્રી જયેશભાઈ વાજા સાહેબ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં સહજાનંદ ફિઝીયોથેરાપી અને રિહેબ સેન્ટરના ડૉ. ભુમી ભટ્ટ, ડૉ. બંસી પટેલ મેડમ, ડૉ. સલોની રૂપારેલિયા મેડમે પોતાની સેવા આપેલ હતી. અને મદદમાં ચિતવનભાઇ અને રિઝવાનભાઈ રહ્યા હતા. આ કેમ્પ ને સફળ બનાવવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના ભિક્ષુક ગૃહના ઇન્ચાર્જ નિશાબેન ધાંધલ તથા પ્રયાગરાજ ટીલાવત, સંજય બુહેચા સહિતનાઓએ ભારે જહમત ઉઠાવી હતી...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી...
9725620290


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.