ડિસેમ્બર 2010 પહેલા નોંધાયેલા ઝુંપડાને જ આવાસ મળશે
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સ્લમ ડેવલોપમેન્ટ પોલિસી લાવવામાં આવી છે ત્યારે શહેરમાં એક ડિસેમ્બર ૨૦૧૦ સુધી સરકારી ચોપડે નોંધાયેલા ઝુંપડાઓને જ આ પોલિસી હેઠળ આવાસ આપવાનું હાલના તબક્કે નિયત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૪માં થયેલા છેલ્લા સર્વે પ્રમાણે ગાંધીનગર શહેરમાં ૨૫૯૫ જેટલા સત્તાવાર ઝુંપડા સરકારી જમીન ઉપર નોંધાયા હતા. કાર્પોરેશન દ્વારા એજન્સી મારફતે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.