સંસદમાં મોંઘવારી પરની ચર્ચા દરમિયાન સાંસદ મહુઆ મોઈત્રા મોંઘીદાટ હેન્ડ બેગ છુપાવતા નજરે પડયા
નવી દિલ્હી,તા.2 ઓગષ્ટ 2022,મંગળવારસંસદના ચોમાસુ સત્રમાં લોકસભામાં મોંઘવારી પર ચર્ચા થઈ હતી અને આ દરમિયાન વિરોધ પક્ષોએ સરકાર પર માછલા ધોવામાં કશું બાકી રાખ્યુ હતુ.જોકે આ ચર્ચા દરમિયાનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા સીટ પર મુકેલી પોતાની હેન્ડબેગ ઉઠાવીને નીચે મુકતા જોઈ શકાય છે.યુઝર્સ આ વિડિયો જોઈને સાંસદને ટ્રોલ કરી રહ્યા છે. ઘણાનુ કહેવુ હતુ કે, મહુઆની આ બેગ જ દોઢ લાખ રૂપિયાની હતી અને મોંઘવારી પર ચર્ચા થઈ રહી હોવાથી તેમણે પોતાની બેગ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો.વિડિયોમાં જોઈ શકાય છે કે, ટીએમસીના સાથી સાંસદ કાકોલી ઘોષ જેવા બોલવા ઉભા થાય છે કે મહુઆ પોતાની બેગ ઉઠાવીને નીચે મુકી દે છે.યુઝર્સ આ વિડિયો જોઈને સવાલ પૂછી રહ્યા છે કે જો મોંઘવારી આટલી બધી છે તો મહુઆને આટલી મોંઘી બેગ લઈને સંસદમાં આવવાનુ કેવી રીતે પોસાયુએક યુઝરે તો લખ્યુ હતુ કે સાંસદ મોંઘવારી પરની ચર્ચા દરમિયાન પોતાની 1.60 લાખની બેગ છુપાવતા નજરે પડે છે તો એક યુઝરે કહ્યુ હતુ કે, આ બેગ લુઈ વુઈટન કંપનીની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.