રૈયા ચોકડી પાસેથી વેપારીનું અપહરણ કરી ઢોર મારમારી હાથ ભાંગી નાંખ્યો - At This Time

રૈયા ચોકડી પાસેથી વેપારીનું અપહરણ કરી ઢોર મારમારી હાથ ભાંગી નાંખ્યો


શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું ચીરહરણ થતું હોય તેમ લુખાઓ બેફામ બન્યા છે. રૈયા ચોકડી પાસેથી રંગપરના વેપારીનું અપહરણ કરી પરાબજાર અને ધર્મેન્દ્ર રોડ પરની દુકાને લઈ જઈ ઢોર મારમારી હાથ ભાંગી નાંખી કોરા ચેકમાં સહી કરાવી લીધાનો બનાવ સામે આવતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીને દબોચ્યા હતાં.
બનાવ અંગે રંગપર ગામના પાટીયા પાસે રહેતાં નવઘણભાઈ ભુપતભાઈ સોલંકી (ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં અરોપી તરીકે શબ્બીર, આસીફ, ટાઇગર, મામદ, કરણ અને બે અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તે ઓનલાઈન વોટ્સએપથી ડ્રાયફુટ તથા કિચનવેરની ફેરી કરવાનું કામ કરે છે. ત્રણ મહિના પહેલા ડ્રાયફુટનો વેપાર હોય જેથી પરા બજારમાં આવેલ સબીરભાઈની દુકાને ગયેલ અને ત્યાં કાજુનો ડબો લીધેલો અને કીધેલું કે, તમારા નંબર આપો મારે જરૂર હશે તો માલ મંગાવીશ. બીજે દિવસે ફોન કરી કાજુની ત્રણ પેટીઓ મંગાવેલી અને જે પેટીઓ ટ્રાન્સપોર્ટમાં ધ્રોલ આવેલી અને જેના પૈસા બાબતે શબિરે કહેલ કે, પૈસા મોકલ આથી તેને સાંજે અથવા સોમવારે મોકલીશ તેમ કહેતા તેને ગાળો દીધેલી હતી.
ત્યારબાદ સોમવારે એક પેટી કાજુ અને રોકડા રૂ. 12 હજાર સબીને મોકલાવી દીધેલ હતા. શબ્બીરના રૂ.20400 બાકી હતા. તે લેવા માટે સબિરે ઉઘરાણી કરી ગાળો દિધેલી અને તેમની પાસે પૈસા ન હોવાથી તેમને આપેલા નહી, ત્યારબાદ ગઈ તા. 31/12/2024 ના બપોરના આર પી આંગડિયામાંથી ફોન આવેલ કે, અલજહરા પ્રોવિજનલ સ્ટોર ઉપર રૂ.10 હજારનું આંગડિયુ આવેલ છે, તેવું કહેલ, જેથી તેઓ સ્કૂટર લઈ રંગપરના પાટીયા પાસેથી રૈયા ચોકડીએ આવેલ આર પી આંગડિયાની ઓફિસે આવેલો અને ઓફિસમાં જતા સોફા ઉપર સબીર, આસિફ અને એક અજાણ્યા ત્રણ શખ્સો બેઠેલ હતા.
તેઓ અંદર જતા સબીરે ગાળો દઈ કેમ પૈસા દેતો નથી તેમ કહી ત્રણે ઢીકા પાટુનો માર મારવા લાગેલ જેથી આંગળીયા પેઢી વાળાએ કહેલ કે, બહાર જઈ ઝઘડો કરો જેથી ત્રણે કાંઠલો પકડી નીચે લઈ ગયેલા અને આસિફ, શબ્બીર બાઇકમાં વચ્ચે બેસાડી પરાણે તેમની દુકાન પરાબજારમાં આવેલ છે ત્યાં કેનિસ ડ્રાયફુટની દુકાને લઈ ગયેલા અને ત્યાં દુકાનમાં બેસાડી ઢીકા પાટુનો માર મારેલો અને આશિફે પાવડાનો હાથો લઈ ઘા ઝીંકતા હાથનું હાડકું ભાંગી ગયેલ હતું. તેમજ ત્યાં દુકાનમાં નોકરી કરતાં કરણ અને બીજા શખ્સે ઢીકાપાટુનો માર મારેલ હતો.
બાદમાં શબ્બીર અને આશિફ તેના બાઈક ઉપર બેસાડી તેમને ના પાડવા છતાં બળજબરીથી કાંઠલો પકડી બાઇકમાં બેસાડેલ અને આસિફની બીજી ધર્મેન્દ્ર રોડ પર આવેલ ફાઈવ સ્ટાર નામની દુકાને લઈ ગયેલા અને ત્યાં ફરીવાર ઢીકાપાટુનો માર મારેલો હતો. બાદમાં ટાઈગર અને મામદ નામના શખ્સને બોલાવી પટ્ટો કાઢી કપડાં કઢાવેલ અને દુકાનમાંથી ઉપરના માળે આવેલ તેના ગોડાઉનમાં લઈ ગયેલો અને ત્યાં પરાણે તેમના બાઇકની ડેકીમાં પડેલા ચેક લાવી કોરા ત્રણ ચેકમાં બળજબરીથી સહિઓ કરાવેલ અને ત્યારબાદ રાત્રિના દસ વાગ્યા સુધી પૂરી દીધેલ હતો.
ત્યારબાદ ચારેય ભેગા મળી નીચે લાવી આ વાત કોઈને કહીશ તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી દઈ જવા દીધેલો હતો. બાદમાં તે સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એલ.ડામોર અને ટીમે તપાસ હાથ ધરીત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.