છેલ્લા પાંચ વર્ષની ચૂંટણીઓમાંં નોટાને કુલ ૧.૨૯ કરોડ મત મળ્યા - At This Time

છેલ્લા પાંચ વર્ષની ચૂંટણીઓમાંં નોટાને કુલ ૧.૨૯ કરોડ મત મળ્યા


નવી દિલ્હી,
તા. ૪એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા જારી કરવામાં
આવેલ અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમા લોકસભા અને ં વિધાનસભા  ચૂંટણીઓમાં નોટાને કુલ ૧.૨૯ કરોડ વોટ મળ્યા છે.
આ આંકડા ૨૦૧૮થી ૨૦૨૨ની વચ્ચે થયેલી વિધાનસભા ચૂંટણીઓના છે. આ રિપોર્ટ અનુસાર  રાજ્ય 
વિધાનસભા ચૂંટણીઓમાં નોટા માટે સરેરાશ ૬૪,૫૩,૬૫૨ વોટ
નાખવામાં આવ્યા હતાં. એડીઆરએ સલાહ આપી છે કે વિધાનસભા વિસ્તારમાં નોટાને આપવામાં
મતોની સંખ્યા તમામ ઉમેદવારોને મળેલા મતથી વધારે હોય તો કોઇ પણ ઉમેદવારને ચૂંટવો ન
જોઇએ અને ફરીથી ચૂંટણી કરાવવી જોઇએ. જેમાં અગાઉના કોઇ પણ ઉમેદવારને ઉભા રાખવા ન
જોઇએ.એડીઆરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નોટાને સૌથી વધુ
મત બિહારના રેડ એલર્ટવાળા ૨૧૭ વિધાનસભા વિસ્તારોમાં મળ્યા છે. લોકસભા  ચૂંટણીમાં
નોટાને મળેલા મતોની વાત કરીએ તો બિહારની ગોપાલગંજ બેઠક પર સૌથી વધુ ૫૧,૬૬૦ વોટ નોટાને
આપવામાં આવ્યા હતાં. બિહારની વિધાનસભા ચૂંટણીમાં નોટાને કુલ ૭,૦૬,૨૫૨ મતો મળ્યા
હતાં. જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નોટાને કુલ ૪૩,૧૦૮ મતો મળ્યા
હતાં. ગોવા વિધાનસભા ચૂંટણીમાં નોટાને કુલ ૧૦,૬૨૯ મતો, મણિપુરમાં ૧૦,૩૪૯ મતો, પંજાબમાં ૧,૧૦,૩૦૮ મતો, ઉત્તર પ્રદેશમાં
૬,૩૭,૩૦૪ મતો, ઉત્તરાખંડમાં ૪૬,૮૪૦ મોત  નોટાને મળ્યા હતાં.  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.