પાણીના વહેણમાં નાળું તૂટી જતા સરપંચને અનેક વાર રજુઆત કરવા છત્તા કોઈ પરિણામ ન આવ્યું
શહેરા ગુણેલી ગામમાં આવેલ જુના ખાંધવા કલેડી ફળિયા તરફ જતા ગરનાળુ તૂટી જતા રહીશો મા રોષ વ્યાપ્યો હતો સ્થાનિક સરપંચને અનેક વાર રજુઆત કરવા છત્તા કોઈ પગલા ના લેતા રહીશો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી ગુણેલી ગ્રામ પંચાયતમાં આવેલ વોડ નં.૩ માં અંદાજે ૫૦ જેટલા ઘર આવેલા છે ત્યારે આ ફળીયાના લોકોને શહેરા તરફ આવજાવ માટે આ એક માત્ર રસ્તો હોય અને જુના ખાંધવા કલેડી ફળીયામાં જવા માટે ઘરનાળુ બનાવામાં આવ્યું હતું જે મુખ્ય માર્ગ અને ગરનાળુ તૂટી જતા સ્થાનિકોને અવર જવરમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તૂટીગયેલા નાળું પરથી જીવન જોખમે અવર જવર કરવા મજબૂર બન્યા છે
સરકારની વિવિધ યોજનાઓ લાભ છેવાડા માનવી સુધી પહુંચે તે માટે સરકાર અગ્રેસર રહી છે ત્યારે કાર્યકર્તાઓ પોતાની મનમાની કરીને હોગા દેખા જાયેગા જેવું ચલાવી રહ્યા હોય તેવી જોવા મળી રહ્યું છે ગુણેલી ગામે નવા ખાંધવા કલેડી ફળિયામાં જતા બનાવેલ ઘરનાળુ કેટલાક સમય પહેલા તૂટી ગયું હતું કહેવામાં આવે છતાંય કોઈને વાત ધ્યાનમાં લેવામાં ના આવતા રહીશો મ ભારે રોષ વ્યાપ્યો હતો અહીંયા આ કોતરમાં પાનમનું પાણીનો અવરો હોવાથી પાણી હંમેશા વહેતું રહે છે પહેલા નાળુ અડધું તૂટી જવા પામ્યું હતું ત્યારે પણ સ્થાનિકો દ્વારા જણાવામાં આવ્યું હતું પરંતુ હાલ તે એટલી હદે તૂટી ગયું છે કે બાઈક તો શું પણ ચાલીને જવું મુશ્કેલ બની ગયું છે નાના છોકરાઓ તેમજ મોટી ઉંમરના લોકો ને પસાર થવું મુશ્કેલ બની ગયું છે અહીંયાથી પસાર થવું જીવન જોખમે મોટો અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે ગ્રામ જનો દ્વારા ગામના સરપંચને અનેક વાર રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્ય હાથ ધરવામાં નથી આવ્યું આવનાર ચૂંટણીનો કલેડી ફળિયામાં લોકો બહિષ્કાર કરવા ની ચીમકી આપતા મતદાન ન કરવાની ચીમકી આપી હતી તેમજ વોડ. નં.૩ ની અંદર કોઈ મતદાન નહી કરે તેમ કહી મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.