Monkeypox: ભારતના આ રાજ્યમાં મળ્યો Monkeypoxનો પ્રથમ કેસ
નવી દિલ્હી, તા.14 જુલાઇ 2022, ગુરુવારવિશ્વભરમાં ફેલાયેલી બીમારી કોરોના વાયરસ જેણે લાખો લોકોના મોત લીધા બાદ પણ આ વાયરસના સંક્રમણમાં લોકો આવી રહ્યાં છે, ત્યારે આ વાયરસ બાદ દેશ-વિદેશમાં અન્ય વાયરસ અને બીમારીઓ પણ આવી રહી છે. કેરલમાં મંકીપોક્સનો એક સંદીગ્ધ કેસ જોવા મળ્યો છે. આ વ્યક્તિનું સેંપલ તપાસ માટે મોકલવામાં આવ્યુ છે. રાજ્યની વીના જોર્જે ગુરુવારે આ જાણકારી આપી હતી. તેમણે આપેલી માહિતી પ્રમાણે, આ વ્યક્તિ વિદેશથી પાછો આવ્યો તે બાદ તેનામાં મંકીપૉક્સનાં લક્ષણો જોવા મળ્યા હતા. આ દર્દી હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દર્દીના બ્લડ સેંપલને ટેસ્ટ માટે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવ્યો છે. આ વ્યક્તિ વિદેશમાં મંકીપોક્સના લક્ષણો ધરાવતા વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. ગાઝિયાબાદમાં મંકીપોક્સ?જોકે આ અગાઉ 6 જુન 2022ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રથમ મંકીપોક્સનો સંદિગ્ધ કેસ સામે આવ્યો હતો પરંતુ ટેસ્ટિંગમાં સેમ્પલ નેગેટીવ મળ્યું હતુ. ત્યારબાદ આ મહિનાની શરૂઆતમાં જ બંગાળમાં વધુ એક સંદિગ્ધ કેસ સામે આવ્યો હતો પરંતુ ટેસ્ટિંગ નેગેટીવ જ રહ્યું હતુ. આ UAEથી પરત ફરેલ વ્યક્તિનો કેસ ભારતનો પ્રથમ મંકીપોક્સનો કેસ બની શકે છે તેવી માહિતી ડોકટરોની ટીમે પ્રાથમિક ધોરણે આપી છે.મંકીપોક્સ એક દુર્લભ બીમારી છે જેના શરૂઆતના લક્ષણો ફ્લુ જેવા હોય છે.લક્ષણોતાવ, માથાનો દુ:ખાવોઠંડી લાગવીસ્નાયુઓમાં દુ:ખાવોકમરમાં દુ:ખાવોથાક લાગવોસોજેલી લિમ્ફ નોડ્સ જેવા લક્ષણો સામેલ છે. સંક્રમણ બાદ ચેહરા પર ફોલ્લીઓ ઉપસી આવે છે જે શરીરના બીજા ભાગમાં પણ ફેલાય જાય છે. આ લક્ષણો સંક્રમણના 5માં દિવસથી 21માં દિવસ સુધી આવી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.