બોટાદ તથા ગઢડા તાલુકાના વિવિધ ગામોમાં મહિલાઓ માટે મતદાન જાગૃતિનાં કાર્યક્રમો યોજાયા
બોટાદ તથા ગઢડા તાલુકાના વિવિધ ગામોમાં મહિલાઓ માટે મતદાન જાગૃતિનાં કાર્યક્રમો યોજાયા
આ સામાન્ય લોકસભા ચૂંટણી-2024માં બોટાદ જિલ્લાનો દરેક પરિવાર મતદાનનાં મહાયજ્ઞમાં જોડાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે ખાસ કરીને બોટાદ જિલ્લાનાં દરેક ગામડાઓમાં મહિલાઓમાં મતદાન અંગે જાગૃતતા આવે તેવા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે,જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નોડલ TIP અક્ષય બુડાનિયાનાં માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે,ત્યારે બોટાદ તથા ગઢડા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓના નેતૃત્વમાં બોટાદ તાલુકાના લાખેણી,ભદ્રાવડી,પાળીયાદ,મોટી વિરવા,તાજપર,હડદડ તથા ગઢડાનાં વીરડી,વિરાવાડી અને ઢસા સહિતના ગામો ખાતે મતદાનને લગતા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં,આ તકે તમામ ગામોમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને મતદાનરૂપી આ મહાયજ્ઞમાં જોડાવા સંકલ્પબદ્ધ થયા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.