રાજસ્થાનમાં અરવિંદ કેજરીવાલની સામે મોદી-મોદીના નારા લાગ્યા:હાથ જોડીને ભીડની સામે ઊભા રહ્યા; સાલાસર બાલાજી ધામ પહોંચ્યા હતા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાજસ્થાનમાં હજારો લોકોએ ઘેરી લીધા હતા અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ દરમિયાન તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર હતા. ખરેખરમાં નવા વર્ષ નિમિત્તે કેજરીવાલ રાજસ્થાનના સાલાસર બાલાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ચુરુના મંદિરમાંથી બહાર આવતા જ હજારો લોકોની ભીડે તેમને ઘેરી લીધા હતા. જો કે, અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા હસતા-હસતા હાથ જોડીને નીકળી ગયા હતા. અરવિંદ કેજરીવાલ બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે દર્શન માટે પહોંચ્યા હતા. અહીં તેમણે મંદિરમાં પૂજા કરી હતી. તેઓ લગભગ 10.30 વાગ્યે મંદિરની બહાર આવ્યા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને Z Plus સુરક્ષા મળી છે, પરંતુ તેમ છતાં લોકો તેમના કાફલા સુધી પહોંચી ગયા હતા. કેજરીવાલ સાલાસરમાં જ રોકાયા હતા અરવિંદ કેજરીવાલે મંદિરમાં બાલાજી મહારાજની પૂજા અર્ચના કરતી વખતે માનતાનું નાળિયેર પણ બાંધ્યું હતું. મંદિરના પૂજારીએ બાલાજી મહારાજની તસવીર ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. દર્શન કર્યા બાદ કેજરીવાલ સાલાસરમાં રાત રોકાયા હતા. જ્યાંથી ગુરુવારે સવારે જયપુર જવા રવાના થયા હતા. સાલાસર બાલાજીના દર્શનની કેજરીવાલની તસવીરો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.