શ્રી રાજ રાજેશ્વરી જ્વાલા માતાના મંદિર નું ખાત મુહૂર્ત બાયડ મુકામે કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના બાયડ ગામમાં ભાટિયા પરિવાર ના કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી જ્વાલા માતા ના મંદિરનું આજરોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોકત વિધિપૂર્વક આજે ખાતમુહૂર્તમાં બાયડ ભાટિયા પરિવાર ના સભ્યો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન કર્યા બાદ મંદિર નિર્માણ હેતુ શીલા પૂજન પણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રો કત વિધિપૂર્વક પૂજન શ્રી જલેશ ભાઈ શાસ્ત્રી દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી. શીલા પૂજન બાદ તમામ ભાટિયા પરિવાર દ્વારા સુંદર રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા ખૂબ જ સુંદર પ્રીતિ ભોજન પણ આપવામાં આવ્યું હતું. બાયડમાં નિર્માણ પામી રહેલ આ મંદિર અરવલ્લી જિલ્લાનું પ્રથમ એકમાત્ર કુળદેવી જ્વાલા માતાનું મંદિર હશે.બાયડ ભાટિયા પરિવાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે જોઈ ભાટીયા સમાજ મોડાસા જૂથ ના આગેવાનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા અને આ મંદિર ખૂબ જ ઝડપથી નિર્માણ પામી જાય તેવો ઉત્સાહ વધાર્યો હતો.
ભાટિયા પરીવાર દ્વારા આયોજિત જ્વાલા માતાનના મંદિરનું ખાત મુહૂર્ત ખૂબ ધામધૂમ પૂર્વક સુંદર રીતે પૂર્ણ થવા બદલ સર્વ બાયડ ભાટીયા કમિટી ના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી તથા કમિટી સભ્ય શ્રીઓ, ગ્રામજનો યુવાનો વડીલો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.