માળીયા હાટીના તાલુકાના ગડુ મુકામે શ્રી દધિચી સંકુલ માં આર્મીના જવાનોનું સન્માન - At This Time

માળીયા હાટીના તાલુકાના ગડુ મુકામે શ્રી દધિચી સંકુલ માં આર્મીના જવાનોનું સન્માન


માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે શ્રી દધિચી સંકુલ મુકામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શાળા સંકુલના પટાંગણમા ભારત માતાના ફોટાનું પૂજન તથા સૈનિકોનું સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.સૈનિકો પ્રત્યેની ઉદારતા પ્રગટ થાય અને નવી પેઢી સ્વતંત્રતા સંગ્રામથી અવગત કરવા માટે શાળા સંકુલનો ટ્રષ્ટીશ્રી,સ્ટાફ,આર્મીના જવાનો દ્વારા ભારતમાતાનું પુજન કરવામા આવ્યું હતું કાર્યક્રમની શુરુઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.તથા સ્વાગત પ્રવચન સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગોવિંદભાઈ ચારિયાએ શાબ્દિક સ્વાગત કરી ને મહેમાનોને આવકાર્ય હતા.ત્યારબાદ વિદ્યાથીઓ દ્વારા દેશભક્તિ ગીતો,વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.અને આર્મીના જવાનોનું સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અને છાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.સાથે આર્મીના જવાન શ્રી વજુભાઈ સેવરા દ્વારા પોતાની દેશ સેવામાં વિતાવેલા ૧૭ વર્ષની વાતો બાળકો સાથે ખુલ્લા મને કરવામાં આવી હતી અને આર્મીની ભરતીમાં યુવાનો જોડાય એવી હાકલ કરવામાં આવી હતી સાથે "અગ્નિ વીર" યોજનાની સપૂર્ણ માહિતી આપેલ હતી. ભારત માતાના સપુતો જે બોર્ડર પર દેશસેવા કરી રહ્યા છે એમનું સન્માન કરવાનો અવસર સંસ્થાને પ્રાપ્ત થયો એ બદલ સંસ્થાના નિયામક શ્રી પરાગભાઈ ચારિયા દ્વારા ગૌરવની લાગણી વ્યક્ત કરવામા આવી હતી. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સંસ્થાના મંત્રી શ્રીમતિ નીલાબેન ચુડાસમા હાજર રહ્યા હતા. કાર્યક્રમમા ઉપસ્થિત શાળા સંકૂલમા ફરજ બજાવતા તમામ ફેકલ્ટીના હેડશ્રી,આચાર્યશ્રી,શિક્ષકો અને બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકુલના તમામ સ્ટાફ દ્વારા મહેનત કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર.એસ. કોલેજના બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવીધી સંકુલના માર્ગદર્શક દિવ્યાબેન ઘોડાદરા દ્વારા તમામ મહેમાનો અને કાર્યક્રમમાં જોડાયેલા સર્વે લોકોનો આભાર માન્યો હતો.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.