માલિકીની જગ્યામાં જ ઢોર રાખી શકાશે, મનપાની સ્થળ તપાસમાં જેટલા ઢોર સમાય તેટલી જ મંજૂરી! - At This Time

માલિકીની જગ્યામાં જ ઢોર રાખી શકાશે, મનપાની સ્થળ તપાસમાં જેટલા ઢોર સમાય તેટલી જ મંજૂરી!


રાજકોટ શહેરમાં 10,000થી વધુ ઢોર વણનોંધાયેલા, હવે અરજીનો ભરાવો થશે

રાજકોટ શહેરમાં વણનોંધાયેલા પશુઓને નોંધાવવા માટે અલ્ટિમેટમ આપી દેવાયું છે એટલે હવે મનપાની કચેરીએ અરજીઓનો ભરાવો થશે. આ કારણે રાજકોટમાં એવા કેટલા પશુ છે જે માલિકીના હોવા છતાં રખડી રહ્યા છે તે સ્પષ્ટ થશે કારણ કે, પશુપાલકે ઢોર રાખવા માટેની જગ્યાના માલિકીની સાબિત કરવી પડશે તેમજ જો એ જગ્યામાં પશુઓની સમાવવાની ક્ષમતા નહીં હોય તો જેટલા સમાય તેટલા જ પશુનું રજિસ્ટ્રેશન થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.