ભારત સરકારનાં રજુ થયેલા નિષ્ફળ બજેટ બાદ ગુજરાત મોડલની વાતો કરનારી ભાજપ સરકારનાં બજેટમાં લોકોની આશા ઠગારી નિવડી છે પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે ગુજરાત સરકારનાં બજેટ ઉપર વૈધક સવાલો ઉપસ્થિત કર્યા હતાં.
ભારત સરકારનાં રજુ થયેલા નિષ્ફળ બજેટ બાદ ગુજરાત મોડલની વાતો કરનારી ભાજપ સરકારનાં બજેટમાં લોકોની આશા ઠગારી નિવડી છે
પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે ગુજરાત સરકારનાં બજેટ ઉપર વૈધક સવાલો ઉપસ્થિત કર્યા હતાં.
અમરેલી પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દાહોદની અનેક બોગસ કચેરીઓ દ્વારા આદિવાસીઓને પણ મુકયા નથી તે આદિવાસી વિદ્યાર્થીઓને વિદેશ લોન આપવા માટેની નવો જુમલો આપીને લોકસભાની ચુંટણીમાં તેમના મત લુંટવા માટેનો આ જુમલો હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ પેજ ના બજેટમાં ૧૭ પેજ સુધી કોઇ નવી જાહેરાત નથી માત્ર વડાપ્રધાનની વાહ-વાહી વડાપ્રધાનના નામ લીધા સિવાય કોઇ વાત નથી. ગુજરાતમાં પ્રતિવ્યક્તિ વાર્ષિક વિજ વપરાશ ભારત કરતા બમણું છે એટલે અહીંયા વેપાર-ધંધા વધું છે તેવો તર્ક આપી નાણામંત્રી શું સાબિત કરવા માંગે છે? માર્ગ-મકાન વિભાગને ૨૨ હજાર કરોડ રૂપિયા આપી રહ્યા છે એ તો વહીવટી પ્રક્રિયા છે પરંતુ નવો કયો રસ્તો મંજુર કર્યો છે તે બજેટમાં જાણકારી આપી નથી. એનો અર્થ એવો છે કે નવો રસ્તો કોઇ બનાવવાનો નથી. ૬૫ હજાર સ્કુલનાં ઓરડાના ઘરનાં કારણે વિદ્યાર્થીઓ ઠંડી, તડકો અને વરસાદમાં બહાર બેસીને અભ્યાસ કરે છે ત્યારે ૧૫ હજાર ઓરડાનું કામ ચાલી રહ્યું છે ૬૫ હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવ્યાં છે અને ૪૫ હજાર બનાવી રહ્યા છે, ૬ હજાર શાળામાં એક લાખ કોમ્પ્યુટર આપવાની જાહેરાતમાં અનેક સ્કુલો શિક્ષકો વગર ચાલે છે. ભણશે ગુજરાત પણ વિદ્યાર્થીઓ કયારે ભણવાનાં છે તેમ જણાવી શ્રી ઠુંમરે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કુલ એક કરોડ બત્રીસ લાખ કુટુંબ છે સાડા છ કરોડની જનતા છે તે પૈકી ૭૨ લાખ કુટુંબોને ૩૫ વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં મફત અનાજ આપે છે તેવી વાતો કરે છે એનો અર્થ એવો કે 50 % કુટુંબો ૫ કિલો અનાજ ઉપર પોતાનું જીવનનિર્વાહ કરે છે. સાડા છ કરોડ જનતા પૈકી ૩.૫ કરોડ જનતા મફત અનાજ ઉપર જીવન ગુજારી રહ્યા છે આ કયું ગુજરાત મોડલ છે. શ્રમિક અન્નપુર્ણા ગરીબ યોજના મા ૨૭૩ કેન્દ્રોમાં ૪૦ હજાર શ્રમિકો જમે છે અને ૧૦૦ નવા કેન્દ્રો ઉભા કરવાની વાત કરી છે. એટલે ભાજપ સરકાર શું ગુજરાતને ભિખારી બનાવવા માંગે છે? તેવો વૈધક પ્રશ્ન સાથે શ્રી ઠુંમરે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષમાં ૨૫૦૦ એસ.ટી. બસો નવી આવશે ૨૨00 આવી છે તો ગુજરાત રાજય માર્ગ પરિવહન આવડી ખોટ કરે છે આ બસો કોની તૈનાતમાં મુકવાની છે? કે પછી નતનવા સરકારી કામોમાં આ બસો ફેરવીને લોકોને પડયા ઉપર પાટું મારવાની વાતો તો નથી ને? દેશના વડાપ્રધાનશ્રીએ પી.એમ.વિશ્વકમાં યોજનાની ખુબ જાહેરાત કરી પરંતુ વિશ્વકર્માં પરિવારોને આ બજેટમાં કયાય ઉલ્લેખ નથી વિશ્વકમાં પરિવારોને ગુજરાતની સરકાર શું મતલક્ષી ઉપયોગ કરવા માટે જ વિશ્વકર્માની વાતો કરી રહ્યા છે? આ બજેટમાં વિશ્વકર્મા પરિવારોને એકપણ રૂપિયો ફાળવ્યો નથી તે
વિશ્વકર્મા પરિવારોએ વિચારવાનો સમય પાકી ગયો છે. અધુરૂ પુરૂ ચોથી જાગીર એવી મિડીયા જગતને બજેટની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. આ કર્યું ગુજરાત મોડલ છે તે પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભુવો ધુણે તો નાળીયર ઘર ઉપર ફેકે એ જુની કહેવત છે પણ આ નાણામંત્રી સોપારીનો કટકો પણ ફેકી શક્યા નથી. નાણામંત્રીનો કાલે જન્મ દિવસ છે ત્યારે વાપીને ઔદ્યોગિક વસાહત કોર્પોરેશનનો દરજ્જો આપવો તેવી જાહેરાત કરી છે તો ભાજપમાં વધારે બજેટ રજુ કરવાનો જેનો યશ જાય છે તે નિતીનભાઇ પટેલ મહેસાણાને કયો નવો દરજજો
અપાવી રહ્યા છે તે ગુજરાતની જનતા જાણવા માંગે છે. ૪૦ કિલો યુરીયાની બેગ કરી ભાવ ઘટાડયો નથી ત્યારે ખેડુતોને આશા હતી કે બજેટમાં નવું કંઈક આવશે તે ખેડુતોને ઠંગો આપવા સિવાય કશું આપેલ ન હોય તેવું લાગી રહ્યું છે. ટુંકમાં ગુજરાત સરકારનું આ બજેટ ચુંટણીલક્ષી બજેટ છે અને વધુ એક જુમલો આપવાનો બજેટ સિવાય કશું નથી માત્ર નવા-નવા નામેથી નવાજીને વડાપ્રધાનની વાહ-વાહી સિવાય અગાઉ અલંકારી શબ્દો આપ્યા હતાતે સિવાય આ બજેટમાં કઈ નવું લાગતું નથી તેમશ્રી ઠુંમરે જણાવ્યું હતું.ભારત સરકારે સહકારી વિભાગ નવો ઉભો કર્યો છે સહકાર બાબતે ગુજરાત દેશમાં મોખરે છે. એક સહકારી આગેવાન તરીકે મને એમ હતું કે, ગુજરાતની સહકારી નવી બેંકો, નવા સંઘો કે નવી સંસ્થાઓ ઉભી કરવાની બજેટમાં વાત હશે પરંતુ ૩૫ વર્ષ સુધી જુની બેંકો, જુના સંઘો અને જુની સહકારી સંસ્થાને આટી ઘુટીથી મેન્ડેન્ટ આપી ભાજપ કાર્યાલયો બનાવવાથી વિશેષ કશું દેખાતું નથી તેમશ્રી ઠુંમરે જણાવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.