પુત્રીના સાસરીયે મોબાઈલ લેવાં આવેલા યુવક પર હુમલો - At This Time

પુત્રીના સાસરીયે મોબાઈલ લેવાં આવેલા યુવક પર હુમલો


રૈયા ગામમાં પુત્રીના સાસરીયે મોબાઈલ લેવાં આવેલા યુવક પર હુમલો કરાયો હતો. તેમજ સામા પક્ષે પણ મારમાર્યાની રાવ કરતાં યુની. પોલીસે સામસામી ફરીયાદ પરથી એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે જામનગરના સિક્કા ગામે પંચવટી રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.42)ની ફરિયાદ પરથી રાજકોટ રૈયા ગામ સ્મશાન પાસે રહેતાં તેના વેવાઇ વિલાસગીરી શાંતિગીરી, જમાઇ ઉદેશગીરી વિલાસગીરી, જમાઇના ભાઇ બ્રિજેશગીરી વિલાસગીરી, દિકરી કુમકુમ ઉદેશગીરી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિજયભાઇએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મેં વીસ વર્ષ પહેલા તુલસીગીરી ગોસાઈની દિકરી દક્ષા સાથે લવમેરેજ કર્યા છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની પત્નિના અગાઉ લગ્ન જગદીશભારથી બચુભારથી ગોસાઇ સાથે થયા હતાં. તેના થકી તેણીને દિકરી કુમકુમ છે. કુમકુમ અગાઉ રાજકોટ કોલેજમાં અભ્યાસ કરતી હતી. એ દરમિયાન આજથી ત્રણેક મહિના પહેલા તેને ઉદયગીરી વિલાસગીરી ગોસ્વામી સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે તેણીએ લવમેરેજ કરી લીધા છે. આ ઉદયગીરી તેમના પત્નિનો ભાણેજ થાય છે. દિકરી કુમકુમ લગ્ન કરીને ગઇ ત્યારથી તેઓનો મોબાઇલ ફોન તેની પાસે હતો.
ગઈકાલે તેઓ ઇકો ગાડીનો ફેરો કરી જામનગરથી અજમરે થઇ પરત રાજકોટ આવ્યો હતો અને દિકરી કુમકુમ તેના સાસરે રૈયા ગામે હોઇ તેની પાસેથી મોબાઇલ ફોન લેવાનો હતો. તેણીને ફોન કરતાં તેણે ઘરે આવીને લઇ જાવ તેમ કહેતાં તેઓ ત્યાં જતાં તેના પતિ ઉદેશગીરીએ ગાળો દઇ ઝઘડો કર્યો હતો.
તેમજ દિકરીના જેઠ બ્રિજેશ, સસરા વિલાસગીરીએ અને દિકરી કુમકુમે પણ ઝઘડો કરી ગાળો દીધી હતી અને બ્રિજેશે પથ્થર ઉપાડી માથામાં મારી દીધો હતો. તેઓ બેભાન જેવો થઇ જતાં ગાડીમાં બેસવા જતાં તેમનો ફોન આપી દીધો હતો. ચક્કર આવતાં હોઇ તેઓએ સગાને જાણ કરતાં તે આવી જતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં.
જ્યારે સામા પક્ષે તેના વેવાઇ રૈયા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં વિલાસગીરી સાકેતગીરી ગોસ્વામી (ઉ.વ.પર) પણ પોતાના પર વિજયભાઇ ચૌહાણે પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોફિકભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
બનાવ અંગે યુની. પોલીસે સામસામી ફરીયાદ પરથી એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image