ધોળા રેલ્વે પોલીસ હેડ કોન્સ્ટેબલ ની પ્રમાણિકતા - At This Time

ધોળા રેલ્વે પોલીસ હેડ કોન્સ્ટેબલ ની પ્રમાણિકતા


*ધોળા રેલ્વે સ્ટેશન રેલ્વે પોલીસ હેડ.કોન્સની પ્રમાણિકતા*

ધોળા રેલ્વે સ્ટેશન પર મળેલ
મોબાઈલ તેના માલીકને પરત કરતા રેલ્વે પોલીસ હેડ.કોન્સ. પ્રદ્યુમનસિંહ

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા જંક્શન ખાતે રેલ્વે સ્ટેશન પર રાહુલભાઈ ચૌહાણ નામના મુસાફરનો મોબાઈલ ફોન કોઈ
કારણોસર પડી ગયેલ જે મોબાઈલ ધોળા રેલ્વે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રદ્યુમનસિંહ ને મોબાઈલ મળી આવતા પ્રદ્યુમનસિંહે મુસાફર રાહુલભાઈ ચૌહાણનો સંપર્ક કરી તેનો મોબાઈલ પરત કર્યો હતો ત્યારે મુસાફર રાહુલભાઈ ચૌહાણે પોતાનો મોબાઈલ પરત મેળવી રેલ્વે પોલીસ હેડ.કોન્સ પ્રદ્યુમનસિંહ ની સરાહનીય કામગીરીના વખાણ કરી હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ નો આભાર માન્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.