પાળિયાદ ગામનાં મહિલાએ બનાવી ઇકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ - At This Time

પાળિયાદ ગામનાં મહિલાએ બનાવી ઇકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ


પાળિયાદ ગામનાં મહિલાએ બનાવી ઇકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ

બોટાદ જિલ્લાનાં પાળિયાદ ગામનાં મહિલાએ બનાવી ઇકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ: નાળિયેરનાં રેસામાંથી પર્યાવરણની જાળવણી સાથે પગભર થતાં ગીતાબેન

બોટાદ સહિત રાજ્યભરમાં ગણપતિ મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ છે. ત્યારે બોટાદમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની બહોળી માંગ જોવા મળી રહી છે. બોટાદ જિલ્લાનાં પાળિયાદ ગામનાં ગીતાબેન દ્વારા નારિયેળીના રેસાનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિજી બનાવવામાં આવ્યા છે. તેમણે સખીમંડળની મહિલાઓની સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિજી બનાવવા માટેની તાલીમ લઈને આ મૂર્તિઓ બનાવી છે. તેઓ પોતાના ઘરમાં જ અન્ય કામકાજની સાથે મૂર્તિ બનાવી પરિવાર અને કુટુંબને મદદરૂપ થઈ રહ્યાં છે. હાલ ગણપતિ મહોત્સવ નિમિત્તે તેમણે વિવિધ પ્રકારની ગણપતિજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. આ મૂર્તિને શ્રીફળનાંછાલાંમાંથી બનાવવામાં આવી છે સાથોસાથ મૂર્તિને ઊન અને લેસથી શણગારવામાં આવી છે. બોટાદના લોકોમાં પણ પર્યાવરણના રક્ષણ સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીને ઘરે લઇ આવવાની આતુરતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઇકો ફ્રેન્ડ્સી મૂર્તિઓ બનાવવાની આ કળાએ પર્યાવરણની જાળવણી સાથે ગીતાબેન જેવાં મહિલાઓને આર્થિક રીતે પગભર કર્યાં છે. ત્યારે બોટાદવાસીઓ પણ આ કલાને પસંદ કરી ઇકો-ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવાનો સંકલ્પ કરી રહ્યાં છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.