વેરાવળ બનારસ ટ્રેન ને લીલીઝંડી આપવામાં આવી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા અને રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો એ લીલીઝંડી આપી
કાશી વિશ્વનાથ અને સોમનાથ જ્યોર્તિલિંગ ને રેલ માર્ગ જોડતી લાંબા અંતરની સીધી સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન સેવા વેરાવળ બનારસ ટ્રેનનો આજે સવારે ૪:૧૫ કલાકે પ્રારંભ થયો. વીકલી સોમવારે દોડનારી આ ટ્રેનને સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા રેલ્વે ના અધિકારીઓ તેમજ રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો મુકેશ ચોલેરા તથા હસુભાઇ કાનાબારે લીલીઝંડી ફરકાવી હરખ ઉત્સાહ સાથે ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું
આ ટ્રેનના પ્રથમ પ્રારંભ રેલ્વે એન્જીન ડાઈવર લોકો પાઇલોટ નરેશ કે જ્યારે ટ્રેન મેનેજર ગાર્ડ વિજયસિંહ જાડેજા અને આસી. ડાઈવર શબ્લુકુમાર રહ્યા હતા. ૨૪ કોચની આ ટ્રેનના તમામ કોચોને ફુલહારથી શણગારવામાં આવ્યા હતા આ ટ્રેન અંગેના પ્રયાસ કરનાર રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો મુકેશ ચોલેરા તથા હસુ કાનાબારે રેલવે તંત્રનો આભાર માની સોમનાથ મહાદેવ તસ્વીર મોમેન્ટોથી સર્વ નું સન્માન અભિવાદન કર્યું. વેરાવળ બનારસ ટ્રેનના ટિકિટ દર ફસ્ટ ક્લાસ એસી ૫૦૫૦, સેકન્ડ એ. સી. ૨૯૬૦, થર્ડ એસી ૨૦૫૫, સેકન્ડ ક્લાસ સ્લીપર ૭૮૫ ભાડુ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.