મહીસાગર પોલીસ દ્વારા ઊંચાં વ્યાજે નાણાં ધીરધાર કરનારા સામે કાર્યવાહી સારું લોકજાગૃતિ અભિયાન
મહીસાગર જીલ્લા માં કેટલાક ઈસમો દ્વારા જરુરીયાત મંદ લોકોને ઉંચા વ્યાજે નાણાં ધીરી અને પછી ધીરેલ નાણાંનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસુલતા. હોય છે અને આ નાણાંની વસુલાત માટે ધાકધમકીઓ આપી ને બળજબરી કરાતી હોય છે અને હેરાન પરેશાન કરાતાં હોઈ જેથી આવા ધણા બનાવો માં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરવામાં આવે છે. જેથી આવી ધટનાઓના નિવારણ માટે અને વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારું મહીસાગર જીલ્લામાં તા.05.01.23 થી તા.31.01.23.સુધી નાણાં ધીરનાર ઈસમોની ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઇ આવે તો તેમની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડાઈવનુ આયોજન કરાયેલ છે. આ અંગે સામાન્ય પ્રજા માં જાગૃતિ લાવવાનાં હેતુથી ને અસરગ્રસ્તો પોતાની વાત રજૂ કરી શકે તે માટે મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લા પોલીસ હેડકવાર્ટર લુણાવાડા ખાતે તા.07.01.23 ના રોજ બપોરનાં બાર વાગે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.