‘વીજબિલ ભરો નહીંતર કનેક્શન કપાઈ જશે’ આવા મેસેજથી ચેતજો
પીજીવીસીએલએ જાહેર કરી સાવચેતીરૂપ માર્ગદર્શિકા: ઓટીપી નહીં આપવા અનુરોધ
છેલ્લા કેટલાક સમયથી વીજગ્રાહકોના મોબાઈલમાં મેસેજ આવી રહ્યાં છે જેમાં દર્શાવાઈ રહ્યું છે કે, ‘તમારું વીજબિલ બાકી છે, તાત્કાલિક નહીં ભરો તો કનેક્શન કપાઈ જશે’ અને લિંક દ્વારા પૈસા ભરવા જણાવાય છે જેનાથી ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડી લઇને છેતરપિંડી કરવામાં આવે છે તેની સામે પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા વીજગ્રાહકો માટે સાવચેતીરૂપ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે, પીજીવીસીએલ દ્વારા 10 આંકડાના મોબાઈલ નંબર પરથી વીજબિલ ચૂકવણી અંગેના કોઈપણ SMS મોકલવામાં આવતા નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.