ભેસાણ ના ચુડા ગામે અંબેય બાપુ ની જગ્યા માં રામદેવપીર ના મંદિરે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા એ કર્યા દર્શન ભેસાણ
ભેસાણ ના ચુડા ગામે અંબેય બાપુ ની જગ્યા માં રામદેવપીર ના મંદિરે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા એ કર્યા દર્શન ભેસાણ તાલુકાના ચુડા ગામમાં આવેલા શ્રી અંબેવ બાપુ ની જગ્યામાં શ્રી રામદેવપીરના મંદિરે આપણા અન્ન અને નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એ રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવી ને મંદિરના મહંત શ્રી ગોવિંદ બાપુના આશીર્વાદ લીધા હતા તે દરમિયાન માનનીય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી ને ભેંસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદના ભેંસાણ તાલુકાના સહ મંત્રી પંકજ ભાઈ વેગડા એ રૂબરૂ મુલાકાત કરી ને ખેડૂતો ની વેદના વર્ણવી હતી, અત્યારે ગુજરાત ભરમાં અતિવૃષ્ટિ થી ખેડૂતોના ખેતરો ધોવાઇ ગયા છે, ખેતરમાં ધોવાણ અટકાવવા માટી કાઢવા કાઢવાં માટે ના પ્રશ્નો નો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરી ને લેખિત અરજી આપી હતી
ખેડૂતો પોતાના ખેતરના શેઢા સરખા કરવા માટે માટી ટ્રેક્ટર માં લઈને જતા હોય તો ટ્રેક્ટર અંદર કરીને મોટા મોટા દંડ ફટકારવામાં આવે છે ખેતી પ્રધાન દેશમાં ખેડૂત પોતાના રૂપિયા ખરચી ને પણ ખેડૂત પોતાના ખેતરનું રક્ષણ કરી શકતો નથી આ શરમજનક બાબત છે જેવી રૂબરૂ વાત કરતા કુંવરજી ભાઈ બાવળિયા એ ખેડૂતો ના આ પ્રશ્ને વાતને સમર્થન આપ્યું હતું અને ખેડૂતો ની વેદના નું વહેલી તકે નિવારણ કરવાની ખાત્રી પણ આપી હતી આ અતિવૃષ્ટિને લઈને કોઇ ખેતર નું ધોવાણ થયું હોય તો રીપેર કરવા માટે માટી ભરેલા કોઇ ટ્રેકટર ના પકડે તેવી ખેડૂતો ના હિત માટે ભલામણ પણ કરવામાં આવી હતીચૂડા નાની પાટીમા આવેલ રામાપીર ના મંદિરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાનીક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડોળેશ્વર રામધણ ગૌ શાળા માં પાણી માટે કનેક્શન આપવા તેમજ તાલુકાના નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ માનનીય મંત્રી શ્રી એ ઘટતું વહેલી તકે પૂરું કરવા ખાત્રી આપી હતી.................. રિપોર્ટ... કાસમ હોથી.. ભેસાણ મો.9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.