રાજકોટમાં પરિવાર સાથે તાપણું કર્યા બાદ રૂમમાં જઈ ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યુ - At This Time

રાજકોટમાં પરિવાર સાથે તાપણું કર્યા બાદ રૂમમાં જઈ ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યુ


પિતાએ રૂમ ખોલતા પુત્ર લટકતો જોવા મળ્યો

આપઘાત કરવો એ સામાન્ય બની ગયું છે રોજબરોજ આપઘાતની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. વધુ એક આપઘાતની ઘટનામાં કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના પુનિતનગર વિસ્તારમાં આવેલ શિવવાટીકામાં રહેતા કોલેજીયન યુવક જીનેશ ગલાણીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસનો હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.