સિરપની 73,275 બોટલ ન ઝડપાઈ હોત તો મોટી દુર્ઘટના થાત, આરોપી જુલાઇમાં જ પકડાયા હોત તો 6 લોકો જીવતા હોત - At This Time

સિરપની 73,275 બોટલ ન ઝડપાઈ હોત તો મોટી દુર્ઘટના થાત, આરોપી જુલાઇમાં જ પકડાયા હોત તો 6 લોકો જીવતા હોત


ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી જો કોઇ ચર્ચાતો મુખ્ય મુદ્દો હોય તો તે છે નશાયુક્ત આયુર્વેદિક સિરપ. ખેડા સિરપ કાંડમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. પણ શું તમને ખબર છે ખેડા સિરપ કાંડના મૂળ રાજકોટ અને છેક મહારાષ્ટ્રના નંદુરબાર સુધી છે. આ નશાયુક્ત સિરપ મહારાષ્ટ્રના નંદુરબારમાં બને છે અને અહીં વેચાણ અર્થે આવે છે. ગત 3 જુલાઇએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ અને આસપાસના જિલ્લામાંથી 5 ટ્રકમાં 73,275 સિરપની બોટલ કબજે કરી હતી. અને આ કેસની ઉંડાણમાં તપાસ કરી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી આખી ફેક્ટરી શોધી તેને સિલ કરી હતી. ખેડા સિરપ કાંડના પરિણામ જોતા એ ચિંતા ચોક્કસ થઇ રહી છે કે જો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 73,275 સિરપની બોટલ ના કબજે કરી હોત અને તેનું વેચાણ થઇ ગયુ હોત તો શું થાત અને લોકમૂખે એ પણ ચર્ચાઇ રહ્યું છે કે જો તે સમયે જ મુખ્ય આરોપી નીતિન અને ભાવેશને ઝડપી લેવાયા હોત તો હાલમાં સિરપ કાંડમાં મૃત્યુ પામેલા 6 લોકો જીવિત હોત.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.