મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રાંગણમાં પ.પૂ.સંતો સાથે સ્વામિનારાયણ શાળા પરિવારે ૭૫ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી. - At This Time

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રાંગણમાં પ.પૂ.સંતો સાથે સ્વામિનારાયણ શાળા પરિવારે ૭૫ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.


૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો,

ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદી મળી હતી પરંતુ દેશનું પોતાનું કોઈ બંધારણ નથી જો કે ઘણી ચર્ચાઓ અને વિચારણાઓ પછી ડૉ. બી.આર. આંબેડકરની આગેવાની હેઠળની એક સમિતિએ ભારતીય બંધારણનો ડ્રાફ્ટ સબમિટ કર્યો હતો જે ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ અપનાવવામાં આવ્યો હતો અને સત્તાવાર રીતે ૨૬ મી જાન્યુઆરી ૧૯૪૯ના રોજ અમલમાં આવ્યો હતો અને આ દિવસ કોઈ ખાસ ધર્મ, જાતી અથવા સંપ્રદાય સાથે સંકળાયેલો નથી તેથી તે રાષ્ટ્રીયતા સાથે સંકળાયેલ છે તેથી દેશના દરેક રહેવાસી તેને રાષ્ટ્રીએ પર્વ તરીકે ઉજવે છે,

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ.પૂ સંતો સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી તથા સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો, સત્સંગી હરિભક્તો, સ્વામિનારાયણ શાળા પરિવારના પ્રિન્સિપાલ - આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓ ની ઉપસ્થિતિમાં શૌર્યભેર ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ધ્વજ વંદન સમૂહ રાષ્ટ્રગાન ગાઈને કરી હતી અને દેશભક્તિને લગતી વિવિધ સાંસ્કૃતિક કાર્યેક્રમો અને દેશ ભક્તિ ગીતો, ભાષણો, અને દેશના બહાદુર પુત્રોને યાદ કરવામાં આવ્યા હતા અને વંદે માતરમ, જય હિંદ, ભારત માતા કી જય ની ઘોષ સાથે કરવામાં આવી હતી,

ધ્વજ વંદન કાર્યક્રમ બાદ પ્રવચન દરમ્યાન શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારત એક લોકશાહી દેશ છે લોકશાહી દેશમાં રહેતા નાગરિકો દેશનું નેતૃત્વ કરવા માટે તેમના નેતાને પસંદ કરવાનો વિશેષાધિકાર ભોગવે છે જો કે અત્યાર સુધીમાં ઘણો સુધારો થયો છે તેમ છતાં એમ પણ કહી શકાય કે આપણે પ્રદુષણ,ગરીબી, બેરોજગારી વગેરે જેવી કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ એક વાત આપણે બધાએ કરી શકીએ છીએ કે આપણે એકબીજા ને વચન આપીએ કે આપણે એક બનીશું આપણી જાતનું બહેતર સંસ્કરણ કે જેથી આપણે આ બધી સમસ્યાઓને ઉકેલવામાં અને આપણા રાષ્ટ્રને વધુ સારું સ્થાન બનાવવા માં યોગદાન આપી શકીએ આપણા રાષ્ટ્રને ઉન્નત બનાવવા માં આપણે સહુ સાથ સહકાર અને સહયોગ આપીએ.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.