શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે બાબાસાહેબ આંબેડકર મહાપરીનિર્વાણ દિવસ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી નતમસ્તક કર્યા
આજે 06 ડિસેમ્બરના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ,જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ મોટા સોનેલા બાબાસાહેબ આંબેડકર ભવન અને લુણાવાડા વાસિયા તળાવ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પેહરાવી, પુષ્પાંજલિ અર્પણ કરી નતમસ્તક વંદન કર્યા હતા. બાબા સાહેબ અમર રહો, ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજવ્યું હતું. આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરે ચીંધેલા માર્ગ પર ચાલવા સંકલ્પ વ્યકત કર્યો હતો.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.