દેવળી ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

દેવળી ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો


દેવળી ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
------------
મહિલા મતદારોને મતદાન કરવા અનુરોધ કરાયો
------------

ગીર-સોમનાથ તા:૨૧: ગીર સોમનાથ જિલ્લાના ૯૨-કોડીનાર વિ.સ.મ.વિભાગના ગત ચૂંટણીમાં ૫૦ % થી ઓછું મતદાન ધરાવતા તથા મહિલા અને પુરુષના કુલ મતદાનમાં ૧૦% કે તેથી વધુ તફાવત હોય તેવા દેવળી દેદાજી ગામ ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે દેવળી દેદાજી ગામે EVM મશીનથી મતદાન કરવા માટે મતદારોને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. કેમ્પસ એમ્બેસેડર શ્રી સ્નેહલબેન જેઠવા અને સામાજિક કાર્યકર્તા શ્રી ગીતાબેન બારડે મહિલાઓને મતદાન કરવા અંગે માહિતી આપી હતી .તેમજ આ મતદાન મથકોના વિસ્તારોમાં મતદારો દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે હાજર ગામ લોકો/ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા.તેમજ મહિલા મતદારોને મતદાન કરવા અનુરોધ કરાયો હતો.
આ તકે કોડીનાર મામલતદાર શ્રી રાદડીયા ,નાયબ મામલતદાર શ્રી એચ.એન.પટેલ,નાયબ મામલતદાર ચુટણી શ્રી ગોપાલભાઈ બારડ , નાયબ મામલતદાર ચૂંટણી શ્રી ભરતભાઈ ગોહિલ સહિતના કર્મચારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.