ધોરણ 10ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં બોટાદ જિલ્લાનો ડંકો: કુલ 73.39 ટકા પરિણામ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે બોટાદ જિલ્લો - At This Time

ધોરણ 10ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં બોટાદ જિલ્લાનો ડંકો: કુલ 73.39 ટકા પરિણામ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે બોટાદ જિલ્લો


ધોરણ 10ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં બોટાદ જિલ્લાનો ડંકો: કુલ 73.39 ટકા પરિણામ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે બોટાદ જિલ્લો

બોટાદ જિલ્લાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ મારી બાજી: બે સરકારી શાળાનું 100 ટકા પરિણામ જિલ્લાના કુલ 8103 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા: 78 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 576 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ અને 1195 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ સાથે ઉત્તીર્ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું કુલ 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 73.39 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં બોટાદ જિલ્લો ત્રીજા ક્રમે રહ્યો છે આ અવસરે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે, “જિલ્લાના કુલ 8103 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 78 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 576 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ અને 1195 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. જ્યારે 1665 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 1688 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ પ્રાપ્ત થયો છે.” જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ 10ના પરિણામમાં જિલ્લાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જિલ્લાની બે સરકારી શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે ભીમડાદ સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરમાર ભૂમિકા 99.53 પીઆર અને 91.83 ટકા સાથે A1 ગ્રેડમાં ઉતીર્ણ થઈ છે. પરમાર ભૂમિકાને ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયા છે. આમ, ધોરણ 10ના પરિણામમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ ઉચ્ચત્તમ પ્રદર્શન કર્યું છે

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.