મિકીએ 'કોઈ મિલ ગયા' અને 'ક્રિશ'માં કામ કર્યું:હૃતિકનો બાળપણનો રોલ નિભાવ્યો, એક્ટિંગ છોડીને હવે આંખનો ડોક્ટર બન્યો - At This Time

મિકીએ ‘કોઈ મિલ ગયા’ અને ‘ક્રિશ’માં કામ કર્યું:હૃતિકનો બાળપણનો રોલ નિભાવ્યો, એક્ટિંગ છોડીને હવે આંખનો ડોક્ટર બન્યો


2003ની ફિલ્મ 'કોઈ મિલ ગયા' અને 2006ની ફિલ્મ 'ક્રિશ'માં હૃતિક રોશનના બાળપણની ભૂમિકા ભજવનાર અભિનેતા મિકી ધમીજાની હવે સર્જન બની ગયો છે. મિકીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. 'ક્રિશ'માં કામ કરવું ખુશીની વાત હતી : મિકી
વીડિયો શેર કરતી વખતે મિકીએ લખ્યું, 'લોકો મને વારંવાર પૂછે છે કે અમે તમને ક્યાંક જોયા છે? મેં જુનિયર 'ક્રિશ'નો રોલ નિભાવ્યો હતો. એ ફિલ્મમાં મને સુપર ટેલેન્ટેડ કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ફિલ્મમાં કામ કરવું મારા માટે ખૂબ જ આનંદની વાત હતી. બાળ કલાકાર બનવાથી લઈને આંખના સર્જન બનવા સુધીની મારી સફર શાનદાર રહી છે. 'એક્ટિંગમાંથી મળેલી શિખામણનો ફાયદો થયો'
મિકીએ પોસ્ટમાં વધુમાં લખ્યું, 'એક્ટિંગના સમયમાંથી મળેલો બોધ મને આઈ કેરની કરિયરમાં મારા કામને પ્રેરણા આપતા રહે છે. હું આ અનન્ય રસ્તાના દરેક પગલા માટે આભારી છું. હવે હું તમારી આંખની સંભાળ માટે સુપરહીરો બની શકું છું. ટીવી શોથી ડેબ્યુ કર્યું
બાળ કલાકાર રહી ચૂકેલા મિકીએ ટીવી શો 'ઘરવાલી ઉપરવાલી' (2000) થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે લગભગ 200 જાહેરાતોમાં જોવા મળ્યો હતો. મિકીએ 2003માં રિલીઝ થયેલી 'કોઈ મિલ ગયા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે 'ક્રિશ'માં યંગ કૃષ્ણા મહેરાના રોલમાં જોવા મળ્યો હતો. મિકીએ આંતરરાષ્ટ્રીય સિટકોમ 'ઈટ પ્રે લવ'માં પણ કામ કર્યું હતું. જેમાં તે જુલિયા રોબર્ટ સાથે જોવા મળ્યો હતો. 2006માં રિલીઝ થયેલી 'ક્રિશ'માં હૃતિક ઉપરાંત રેખા, પ્રિયંકા ચોપરા અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.