ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો કિસાન પરિવહન યોજના માટે ૦૪ નવેમ્બરથી આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો કિસાન પરિવહન યોજના માટે
૦૪ નવેમ્બરથી આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે
-----------
ગીર સોમનાથ. તા.૪: રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના માટે અરજીઓ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૦૪/૧૧/૨૦૨૩ થી ૦૪/૧૨/૨૦૨૩ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
જેમા વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરવામાં આવી છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.તેમજ પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.