ધંધુકામાં કચરો ફેંકી રોડ પર ગંદકી કરતા લોકો પાસેથી રૂપિયા 3600 નો દંડ વસૂલવામાં આવ્યો - At This Time

ધંધુકામાં કચરો ફેંકી રોડ પર ગંદકી કરતા લોકો પાસેથી રૂપિયા 3600 નો દંડ વસૂલવામાં આવ્યો


ધંધુકામાં કચરો ફેંકી રોડ પર ગંદકી કરતા લોકો પાસેથી રૂપિયા 3600 નો દંડ વસૂલવામાં આવ્યો.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરપાલિકા દ્વારા જાહેરમાં રસ્તા ઉપર કચરો ફેકી ગંદકી ફેલાવતા ઈસમો પાસેથી સફાઈ ચાર્જ વસૂલવામાં આવ્યો ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર વિશાલ પટેલ સાહેબ ની સૂચના મુજબ નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રજજી અહેમદ અને પાલીકાના અન્ય સ્ટાફ સાથે રાખીને આજે ધંધુકા શહેરમાં નાની શાકમાર્કેટ બસ સ્ટેન્ડ રોડ ઉપર જાહેરમાં રસ્તા ઉપર કચરો ફેકતા લારી દુકાન વાળા ઈસમો પાસેથી રૂપિયા 3600 નો દંડ વસૂલવામાં આવ્યો તેમજ તમામ લારી ગલ્લાવાળાઓને પણ પોતાના લારી ગલ્લા ઉપર ફરજિયાત ડસ્ટબિન રાખવા માટેની સૂચના આપવામાં આવી અને ચેતવણી આપવામાં આવી કે આવનાર દિવસોમાં જો કોઈ ઈસમો દ્વારા જાહેર સ્થળ ઉપર કે જાહેર રોડ ઉપર કચરો ફેલાવી ગંદકી કરવામાં આવશે તો તેમના ઉપર નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.