સાયન્સ સેન્ટર ખાતે કાલથી સ્કાય ઓબ્ઝર્વેશન, સાયન્ટિફિક એક્ટિવિટી - At This Time

સાયન્સ સેન્ટર ખાતે કાલથી સ્કાય ઓબ્ઝર્વેશન, સાયન્ટિફિક એક્ટિવિટી


બે તબક્કામાં વર્કશોપ યોજાશે, વિદ્યાર્થીની સાથે વાલીઓ પણ જોડાઈ શકશે દિવાળી વેકેશનમાં સવારે 11.00થી 1.00 સુધી વર્કશોપ યોજાશે

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે હેતુથી રાજકોટમાં સ્થિત સાયન્સ સેન્ટરમાં ફન એન્ડ લર્ન વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ જોડાઇ શકશે. વર્કશોપ બે તબક્કામાં યોજાશે. પ્રથમ વર્કશોપનો પ્રારંભ 29 ઓક્ટોબરથી થશે અને 3 નવેમ્બરે પૂર્ણ થશે. જેમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાનની વર્ચ્યુઅલ દુનિયા નિહાળી શકશે. આ ઉપરાંત સાયન્ટિફિક એક્ટિવિટી, વર્કશોપ, સ્કાય ઓબ્ઝર્વેશન, ડોક્યુમેન્ટરી ફિલ્મ શો, આઉટ ડોર ગેમ્સ અને દિવાળી એક્ટિવિટી યોજાશે. જ્યારે વિજ્ઞાનની વર્ચ્યુઅલ દુનિયાનો પણ આનંદ લઈ શકાશે. જેમાં તેઓ વિવિધ પ્રાણીઓની ઓળખ મેળવી શકશે. તેમજ લાઇટિંગ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્કશોપ રિજિયોનલ સાયન્સ સેન્ટર, ઈશ્વરિયા પાર્કની બાજુમાં માધાપર ખાતે યોજાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image