ગોંડલ રોડ પર નેકશા મારુતિના શોરૂમમાં તસ્કરો ત્રાટકયા - At This Time

ગોંડલ રોડ પર નેકશા મારુતિના શોરૂમમાં તસ્કરો ત્રાટકયા


રાજકોટના ગોંડલ રોડ પર આવેલા નેકશા મારુતિના શોરૂમમાં પતરા ઊંચકાવી પીઓપી તોડી શોરૂમમાંથી રોકડ,ડીવીઆર મળી રૂ.33,635ની ચોરી થઈ હોવાની ફરિયાદ માલવીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,મવડી ચોકડી પાસે ઉદયનગરમાં રહેતા રાકેશભાઇ માધાભાઇ ફળદુ(ઉ.વ.33) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગોડલ રોડ પરફેકટ ઓટો સર્વીસ નેકસા મારૂતી ના શો-રૂમમાં વર્કશોપ મેનેજર તરીકે છેલ્લા પાંચ વર્ષ થી ફરજ બજાવુ છુ.ગઇ તા.26 ના રોજ સવારે ફરજ ઉપર આવ્યો ત્યારે મારી ફરજનો સમય પૂર્ણ થતા હું મારા ઘરે જતો રહ્યો હતો અને તા.23/01 ના રોજ સવારે હું મારી ફરજ ઉપર હતો.
ત્યારે અમારા વર્કશોપ માં કામ કરતા નીકોલસભાઇ એ મને તથા સાથે કેશીયરમાં કામ કરતા રાજેશભાઇ ને જાણ કરી કે, મે ઓફીસમાં પંચીગ કરવા ઓફીસ ખોલતા અને જોયુ તો કેમેરાના તથા સી.સી.ટી.વીડી.વી.આરના વાયર કપાયેલા હતા.તેમ વાત કરતા હું તથા નિકોલસભાઇ અને કેસીયર રાજેશભાઇ એમ અમો ત્રણેય જણાઓ વર્ક શોપમાં અંદર ગયેલ અને જોયેલ તો અ મારો કેસીયર રાજેશભાઇ જ્યાં બેસે છે.તે ટેબલનુ ડ્રોવર તૂટેલું હતુ અને તે ડ્રોવરમાં સર્વીસબીલના આવેલા રૂ.8,335 જે રાજેશભાઇએ ગઇ તા.26/01 ના રોજ રાખેલ રૂપિયા જોવામાં આવ્યા નહી.
શોરૂમ માં અંદર કેબીનમાં રાખેલ ડીવીઆર તેમજ અન્ય બન્ને ડીવીઆરએક ડીવીઆર ની કિ.રૂ.10,000 ની થાય જે કિ.રૂ.20,000 ની ચોરી થઇ હોવાનુ જાણવા મળ્યું હતું.ત્યારબાદ અમારે ત્યા કામ કરતા ચેતનભાઇ વીરડીયા ને પણ ચોરીની જાણ કરી હતી અને તે શો-રૂમ માં આવી જતા તેણે પણ તેની શો-રૂમનીઓફીસ ઉપરના માળે આવેલી છે.તેમાં જોતા તેમનું પણ કાઉન્ટર તુટેલું જોવામાં આવ્યું હતું.તેના પણ કેશ કાઉન્ટરમાં તા.26/01 ના રાત્રીના શો-રૂમ ની નવી ગાડીના વેચાણના રાત્રીના બંધ કરતી વખતે રાખેલા રૂ.5,300 જોવામાં આવેલ નહીં.ત્યારબાદ અમો શો-રૂમ માં ચોરી કઇ રીતે થઇ તે જોવા ગયા હતા.
શો રુમના ઉપરના માળે છતમાં પી.ઓ.પી લગાવેલ છે.તેની ઉપર પતરા રાખેલ છે.જે પતરા ના નટબોલ ખોલી પતરા ઉંચા કરી અંદર પીઓપી તોડી આવેલનુ અમોને જોવામાં આવેલ તેમજ ઉપરના માળે શો-રૂમનો કાચ પણ ટુટેલો જોવામાં આવ્યો હતો.શો રુમમાંથી કુલ રૂ.33,635 ની કોઇ શખ્સ ચોરી કરી લઇ ગયાનું જાણવા મળતા માલવીયા નગર પોલીસમાં ફરિયાદ કરતા પીએસઆઈ બી.બી.રાણા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.