ધંધુકા તાલુકા પંચાયતનું સને 2023- 24નું સુધારેલ અને સને 2024-25નું અસલ અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર
ધંધુકા તાલુકા પંચાયતનું સને 2023- 24નું સુધારેલ અને સને 2024-25નું અસલ અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર
બેઠકમાં સચિવપદે ટીડીઓ અને નાયબ હિસાબનીશની હાજરી સ્વભંડોળની આવક મર્યાદિત હોવા છતાં સર્વાગી વિકાસના ઉદેશોને લક્ષમાં રાખ્યા છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા પંચાયતની સામાન્યસ ભામાં પ્રમુખ પ્રેમબેન દુદાભાઈ મકવાણાએ સને 2023-24નું સુધારેલ અને સને 2024-25નું વર્ષનું અસલ અંદાજપત્ર રજૂ કર્યું હતું જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.જેમાં રૂપિયા 42 કરોડ 69 લાખ 20 હજારનું અંદાજવામાં આવ્યું હતું. સ્વભંડોળની મર્યાદિત આવક હોવા છતાં પણ તાલુકાના સર્વાંગી વિકાસના કામોને લક્ષમાં રાખીને જોગવાઈ કરવામાં આવી હોવાનુંપ્રમુખે જણાવ્યુહતું.પ્રમુખ દ્વારા રજૂ કરેલ અંદાજપત્રને સર્વાનુ મતે મંજૂર કરવામાં આવ્યુંહતું. આ બેઠકમાં સચિવ પદે તાલુકા વિકાસ અધિકારી હીમતભાઈ ભૂવાત્રા અને નાયબ હિસાબનીશ આર.એમ. પરમાર હાજર રહ્યા હતા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.