સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8-9 ઓક્ટોબરે Ph.dની પરીક્ષા, 124 જગ્યા, 1100થી વધુ અરજી - At This Time

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8-9 ઓક્ટોબરે Ph.dની પરીક્ષા, 124 જગ્યા, 1100થી વધુ અરજી


સૌથી વધુ કોમર્સમાં 20 જગ્યા માટે 225 ફોર્મ ભરાયા

અગાઉ એન્ટ્રન્સ પાસ કરનારે મેરિટ પરીક્ષા દેવી પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીની પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી તારીખ 8 એ 9 ઓક્ટોબર દરમિયાન જુદા જુદા વિષયની પીએચ.ડીની એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. યુનિવર્સિટીમાં તમામ વિષયની કુલ 124 જગ્યા માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં 25 વિષયમાં 124 જગ્યા સામે 1100થી વધુ ફોર્મ ભરાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.